પોપ્યુલર ટીવી શો અનુપમાની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં છે. થોડા સમય પહેલા તેની સાવકી દીકરી ઈશા વર્માએ તેમના પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ઈશાએ આરોપ લગાવ્યો હતો પિતાને ફોન કરવા પર રૂપાલી તેને મારી નાખવાની ધમકી આપે છે અને પિતાને ખોટી દવાઓ આપે છે. ઈશાના ગંભીર આરોપોના જવાબમાં રૂપાલી ગાંગુલીએ તેની સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. રૂપાલીએ નોટિસમાં કહ્યું છે કે ઈશાના આરોપોને કારણે તેને મેડિકલ ટ્રીટમેન્ટ લેવી પડે છે, જ્યારે તેના હાથમાંથી ઘણા પ્રોજેક્ટ છીનવાઈ ગયા છે. રૂપાલી ગાંગુલીના વકીલ સના રઈસ ખાને તાજેતરમાં ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, અમે તેની સાવકી દીકરીને તેના ખોટા અને નુકસાનકારક નિવેદનોના જવાબમાં માનહાનિની નોટિસ મોકલી છે. રૂપાલીએ પોતાની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે. પુત્રીના પાયાવિહોણા નિવેદનોએ રૂપાલીની છબીને નુકસાન પહોંચાડ્યું છે અને રૂપાલીની પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. આ આરોપોએ તેમને માત્ર ભાવનાત્મક સમસ્યાઓ જ નથી ઉભી કરી, પરંતુ તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક છબીને પણ કલંકિત કરી છે. 50 કરોડનું વળતર અને જાહેર માફીની માગણી
ઈશા વર્માને મોકલવામાં આવેલી નોટિસમાં લખ્યું છે કે તેણે રૂપાલી ગાંગુલી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, જેનાથી તેની પ્રતિષ્ઠા અને ગરિમાને નુકસાન પહોંચ્યું છે. આના કારણે તેની કારકિર્દી પર પણ વિપરીત અસર પડી છે, તેને નુકસાન સહન કરવું પડ્યું છે. હવે ઈશા વર્માએ તરત જ માફી માગવી જોઈએ અને તેને નુકસાનની ભરપાઈ કરવા માટે 50 કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ. જો તે આમ નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રૂપાલી ઈશાને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ અપાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી હતી
ઈશા વર્માને મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે પણ તે ન્યૂજર્સીથી ભારત આવે છે ત્યારે રૂપાલી ગાંગુલીએ તેની સાથે સારો વ્યવહાર કર્યો છે. આ ઉપરાંત રૂપાલી તેને ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ અપાવવામાં પણ મદદ કરતી હતી. તેની લિંક્સની મદદથી રૂપાલીએ તેના ઘણા ફોટોશૂટ અને ઓડિશન કરાવ્યા હતા. શું છે સમગ્ર મામલો?
થોડા સમય પહેલા, વર્ષ 2020માં ઈશા વર્મા દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ લાઈમલાઈટમાં આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘આ ખૂબ જ ખરાબ છે, શું કોઈને રૂપાલી ગાંગુલીની સાચી સ્ટોરી નથી જાણતું. તેના અશ્વિન કે. વર્મા સાથે 12 વર્ષ સુધી સંબંધ હતા, જ્યારે તે સમયે અશ્વિનના લગ્ન પણ થઈ ગયેલા હતા. અશ્વિન વર્માને તેમના અગાઉના લગ્નથી 2 પુત્રીઓ છે. તે એક ક્રૂર મહિલા છે જેણે મને અને મારી બહેનને અલગ કરવાનો પ્રયાસ કર્યો. ઈશાએ આગળ લખ્યું, હું આ બધું એટલા માટે કહી રહી છું કારણ કે તે દરેક જગ્યાએ એવો ઢોંગ કરે છે કે તે સુખી લગ્નજીવનમાં છે. જોકે વાસ્તવમાં તે મારા પિતા પ્રત્યે કંટ્રોલિંગ અને સાઈકોટિક છે. જ્યારે પણ હું મારા પિતાને ફોન કરું છું ત્યારે તે બૂમો પાડવા લાગે છે અને મને અને મારી માતાને મારી નાખવાની ધમકીઓ આપવા લાગે છે. રૂપાલીએ મારા પિતાની જીંદગી બરબાદ કરી છે અને પ્રેમ લગ્ન કર્યા છે તેવો ઢોંગ કરે છે તે યોગ્ય નથી. સાચું કહું તો તે એ જ રીતે વર્તે છે જે રીતે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથે કર્યું હતું. તે મારા પિતાને વિચિત્ર દવાઓ આપે છે અને તેમને કંટ્રોલ કરે છે. વર્ષ 2013માં રૂપાલી ગાંગુલીએ અશ્વિન સાથે લગ્ન કર્યા હતા. વર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને 12 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. આ લગ્નથી દંપતીને એક પુત્ર છે. જ્યારે ઈશા તેની પહેલી પત્નીથી અશ્વિનની પુત્રી છે. રૂપાલી ગાંગુલી ગૂગલ પર ટ્રેન્ડ કરી રહી છે
વિવાદોમાં આવ્યા બાદ અનુપમા શોની અભિનેત્રી રૂપાલી ગાંગુલી સતત ટ્રેન્ડ કરી રહી છે. રૂપાલી ગાંગુલીનું છેલ્લા કેટલાક દિવસોમાં જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું છે. સંદર્ભ- Google Trends