અમદાવાદના એક પરિવારે તેની દીકરીના લગ્ન અમેરિકામાં રહેતા એક યુવક સાથે કર્યા હતા. લગ્ન બાદ પતિ-પત્ની હનીમૂન પર ગયા હતા. આ દરમિયાન પિતનો વ્યવહાર અસામાન્ય લાગતા પત્નીના મનમાં શંકા ઊભી થઈ હતી કે, કંઈક ખોટું થયું છે અથવા કંઈક મારાથી છુપાવી રહ્યા છે. જોકે, હનીમૂન પરથી પરત આવ્યા બાદ પતિ કોઈ કામ છે તેમ કહીને અમેરિકા જતો રહ્યો હતો. જે બાદ અને મહિલાએ પતિ વિશે તેના ભાઈને જાણ કરી હતી. તપાસ કરતા જે ખુલાસો થયો તે સાંભળીને પત્ની ચોંકી ઉઠી હતી. તપાસ કરતા ખબર પડી હતી કે, તેનો પતિ પહેલાં જ કોઇ પુરૂષ સાથે અમેરિકામાં લગ્ન કરી ચૂક્યો છે. આ સમગ્ર મામલો સામે આવતા પત્ની આઘાતમાં આવી ગઈ અને પરિવારને જાણ કરી ત્યારે પતિના પિતાએ વિઝા માટે આ બધુ કર્યું હોવાનું કહ્યું હતું, પરંતુ આ વાત મહિલાથી છૂપાવી હતી અને તેનો ભાંડો ફૂટતા સમગ્ર મામલો અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 22 સપ્ટેમ્બરના રીતરિવાજથી બંનેના લગ્ન થયા હતા
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતી 35 વર્ષીય નિશા (નામ બદલ્યું છે)ના લગ્ન 22 સપ્ટેમ્બર 2023ના રોજ સમાજના રીતરિવાજ મુજબ રાજીવ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. નિશાના સસરા સમાજના હોય અવારનવાર તેઓના ઘરે ધાર્મિક પ્રસંગે આવતા હોવાથી પોતાના દીકરાના લગ્નની વાત કરી હતી. તેમજ દીકરો રાજીવ અમેરિકામાં રહેતો હોય લગ્ન બાદ નિશાને પણ અમેરિકા લઈ જશે તેવો વાયદો નિશાના જેઠ અને નણંદે આપ્યો હતો. હનીમૂન પર નિશાને પતિનો વ્યવહાર અસામાન્ય લાગ્યો
લગ્ન બાદ નિશા પતિ, સાસુ-સસરા, જેઠ, નણંદ સાથે સંયુક્ત પરિવારમાં રહેવા ફિરોઝાબાદ ગઈ હતી. જે બાદ પરિવારના તમામ સભ્યો ફરવા માટે શીમલા ગયા હતા. જ્યાં નિશાને પતિ રાજીવનો વ્યવહાર થોડો અસામાન્ય લાગ્યો હતો. શીમલામાં પાંચ દિવસ રોકાયા ત્યારે રાજીવે પત્ની નિશા સાથે શરીર સંબંધ બાંધ્યો ન હતો. જે બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને રાજીવ મેરેજ સર્ટિ માટે ડોક્યૂમેન્ટ તૈયાર કરાવવા યુપી જવાનું કહીને પોતાના ઘરે જતો રહ્યો હતો. જે બાદ પોતાને યુએસમાં કામ હોવાનું જણાવી અમેરિકા જતો રહ્યો હતો. સાસુ-સસરાએ દહેજને લઇ ત્રાસ આપવાનું શરૂ કર્યું
જોકે, દિવાળી અને કડવા ચોથનો તહેવાર હોવાથી નિશા સાસરીમાં ગઈ હતી. જ્યાં એક મહિના સુધી સાસુ-સસરા અને નણંદ સાથે રોકાઈ હતી. તે દરમિયાન દહેજની બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સસરાએ દહેજ પેટે બીજા પાંચ લાખ આપવા માટે નિશાએ પિતાને વાત કરી કે નહીં તેમ પૂછતા નિશાએ ના પાડતા સસરાએ ઉશ્કેરાઈને ગાળો આપી ધક્કો માર્યો હતો. નિશના ઘરના ઉપરના માળની સીડી પરથી નીચે પડતા તેને મૂઢ માર વાગ્યો હતો. રાજીવે અમેરિકામાં રહેતા એક પુરૂષ સાથે લગ્ન કર્યા હતા
જે બાદ સસરા અને પતિએ વિઝા માટે ડોક્યૂમેન્ટ કરવા ઘરે જતી રહેવાનું કહેતા નિશા પીયરમાં અમદાવાદ આવી ગઈ હતી. નિશા અવારનવાર પતિ રાજી સાથે વીડિયો કોલમાં વાત કરતી હતી. જોકે, પતિની વાતો અજુગતી લાગતા નિશાએ તેના ભાઈને વાત કરી હતી. જે બાદ તેણે યુએસએની વેબસાઈટ પર રાજીવની પ્રોફાઈલ ચેક કરતા તેમાં રાજીવે વર્ષ 2013માં અમેરિકામાં રહેતા એક પુરૂષ સાથે લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળતા નિશાને આઘાત લાગ્યો હતો. નિશાએ પૂછતા સિટીઝનશીપ માટે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું
જે બાદ નિશાના ભાઈએ રાજીવે જે અમેરિકન સાથે લગ્ન કર્યા હતા તેના સોશિયલ મીડિયામાંથી ફોટો અને લગ્નનું સર્ટિ મેળવ્યું હતું. નિશાએ રાજીવને ફોન કરી આ બાબતે પૂછતા તેણે યુએસએમાં સિટીઝનશીપ મેળવવા માટે આ લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. જેથી નિશાએ પતિ રાજીવ તે પુરૂષ સાથે છૂટાછેડા લીધા છે કે નહીં અને હાલ તે પુરૂષ સાથે રહે છે કે કેમ તેવું પૂછતા રાજીવ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી પોન કાપી નાખ્યો હતો. જે ઘટના બાદ નિશા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. અંતે મહિલાએ પતિ અને સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
આ બાબતની જાણ કરવા માટે નિશા તેના પિતા અને પરિચિત સાથે સાસરીમાં ગઈ હતી. જોકે, સસરાએ પણ દીકરાએ વિઝા માટે પુરૂષ સાથે લગ્ન કર્યા હોવાની વાત કરી હતી. જે પછી નિશાને અમેરિકા મોકલવાની વાત કરતા રાજીવના સસરાએ ઇન્કાર કર્યો હતો. જે પછી રાજીવે નિશા સાથે વાત કરવાનું ઓછું કરી નાખ્યું હતું અને સાસરિયાઓએ તેનું સ્ત્રીધન પણ પરત ન આપી સમાધાન પણ ન કરતા અંતે મહિલાએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.