પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ અવાર નવાર વિવાદમાં આવે છે.આજે ચેમ્બર ઓફ કોમર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ જૂથ અને અન્ય વેપારીઓ જૂથ વચ્ચે બેઠક રદ કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.આ ઘટના બાદ પોલીસને પણ સભામાં હાજર રહેવાની ફરજ પડી હતી. પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ અવાર નવાર વિવાદમાં સપડાઈ રહ્યું છે.ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોનું બે જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની આજે બેઠક યોજાઈ હતી.જે બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જૂથ તેમજ અન્ય વેપારી જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો.આ બેઠક રદ કરવા બાબતે બે વેપારી જૂથ આમને સામને આવી ગયું હતું.જોકે આ ઘટના પૂર્વે જ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ અગાઉથી જ બેઠકમાં હાજર હતી અને આ વિખવાદ વચ્ચે રહી અને બેઠક શરૂ કરાવી હતી.ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોનું સ્નેહમિલન તેમજ બેઠકનું આયોજન કરાયું હતું જે સ્નેહમિલન પૂર્વે આયોજન કરેલ બેઠકમાં જ વિવાદ સર્જતાં અનેક ચર્ચા જાગી હતી. બીજા વેપારીને વાંધો નથી : પ્રમુખ જનરલ મીટીંગનું આયોજન નિયમોઅનુસાર કરવામાં આવ્યું હતું.જેમાં અગાઉની ચૂંટણીમાં ફોર્મ રદ થયેલ નલિનભાઈ કાનાણી સહિતના વેપારીઓ વાંધા લીધા હતા બાકીના કોઈ વેપારીઓ વાંધો લીધો ન હતો. > જીજ્ઞેશ કારીયા, પ્રમુખ હિસાબો પાયા વિહોણા હતા : વેપારી સામાન્ય સભામાં દરેક સભ્યોને સર્ક્યુલર મોકલવામાં આવે છે. આ વખતેની બેઠકમાં હિસાબો હતા જે હિસાબો મંજુર ન કરવા દેવા હતા જેથી જીજ્ઞેશભાઈ કારીયા પોલીસ બોલાવી હતી.તમામ હિસાબો પાયા વિહોણા અને ગેરકાયદેસર હતા. > નલિન કાનાણી, વેપારી