back to top
Homeભારતકોલકાતા રેપ-હત્યાના આરોપીએ કહ્યું- પોલીસ કમિશનરે મને ફસાવ્યો:પોલીસ વાનમાંથી બુમો પાડીને કહ્યું-...

કોલકાતા રેપ-હત્યાના આરોપીએ કહ્યું- પોલીસ કમિશનરે મને ફસાવ્યો:પોલીસ વાનમાંથી બુમો પાડીને કહ્યું- વિનીત ગોયલે કાવતરું ઘડ્યું

​​​​​​કોલકાતાની આરજી કર કોલેજમાં ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયે ફરી એકવાર આ સમગ્ર ઘટના માટે મમતા સરકારને જવાબદાર ઠેરવી છે. આ વખતે તેણે વિનીત ગોયલનું નામ લીધું છે, જેઓ ઘટના સમયે પોલીસ કમિશનર હતા. સોમવાર (11 નવેમ્બર)ના રોજ સિયાલદાહ કોર્ટમાં તેને હાજર કર્યા પછી જ્યારે તેને પાછો લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે પોલીસ વાનમાં બૂમો પાડીને કહ્યું કે વિનીત ગોયલ હતો જેણે સમગ્ર ઘટનાનું કાવતરું ઘડ્યું હતું અને તેણે મને ફસાવ્યો હતો. આ પહેલા 4 નવેમ્બરે સંજયે મમતા સરકાર પર પહેલીવાર આરોપ લગાવ્યા હતા. જ્યારે પોલીસે સંજયને સિયાલદહ કોર્ટમાં હાજર કર્યા બાદ બહાર લઈ જતી હતી ત્યારે તે પહેલીવાર કેમેરા સામે આવું કહેતો જોવા મળ્યો કે મમતા સરકાર તેને ફસાવી રહી છે. તેને મોઢું ન ખોલવાની ધમકી આપવામાં આવી છે. 8 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં ડૉક્ટર યુવતી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. પીડિતાનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ મળ્યો હતો. 10 ઓગસ્ટે પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી. 4 નવેમ્બરે સિયાલદહ કોર્ટે કોલકાતાના સંજય વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. જુનિયર ડોક્ટરોએ વિનીત ગેયલનું રાજીનામું માંગ્યું હતું
બળાત્કાર-હત્યાની ઘટનાના વિરોધમાં જુનિયર ડોક્ટરોએ 10 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી 42 દિવસની હડતાળ પર ઉતર્યા હતા. ડોક્ટરોએ અગાઉ સરકાર સમક્ષ 5 માંગણીઓ મૂકી હતી. આમાંથી એક વિનીત ગોયલના રાજીનામાની માંગ હતી. જેમાંથી સરકારે 3 માંગણીઓ સ્વીકારી હતી. 17 સપ્ટેમ્બરે વિનીત ગોયલને કમિશનરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. સીએમ મમતાએ અન્ય બે માંગણીઓ અને શરતો પર વિચાર કરવાની ખાતરી આપી હતી. આ પછી ડોક્ટરોએ હડતાળ સમેટી હતી. તેઓ હોસ્પિટલોમાં કામ પર પાછા ફર્યા હતા. 27 સપ્ટેમ્બરના રોજ, સાગર દત્તા હોસ્પિટલમાં 3 ડોકટરો અને 3 નર્સોની મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેના કારણે ડોકટરો રોષે ભરાયા હતા અને 1 ઓક્ટોબરથી ફરી હડતાલ શરૂ કરી હતી. 4 ઑક્ટોબરે, જુનિયર ડૉક્ટરોએ હડતાળ સમેટી હતી, પરંતુ ધરણા ચાલુ રાખ્યા હતા. તેમણે કહ્યું કે અમે કામ પર પાછા ફરી રહ્યા છીએ કારણ કે સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, તેમણે રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી તેણે ભૂખ હડતાળ શરૂ કરી. CBIએ ચાર્જશીટમાં આરોપી ગણાવ્યો હતો
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેની ચાર્જશીટમાં સંજય રોયને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. આ સિવાય આ કેસને ગેંગરેપના બદલે રેપનો કેસ ગણાવ્યો છે. ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીડિતાના શરીરમાંથી મળેલા સીમનના સેમ્પલ અને લોહી આરોપી સાથે મેચ થાય છે. ફોરેન્સિક તપાસ બાદ ગુનાના સ્થળેથી મળેલા વાળ પણ આરોપીના વાળ સાથે મેચ થયા હતા. CBIની ચાર્જશીટમાં 100 સાક્ષીઓના નિવેદનો, 12 પોલીગ્રાફ ટેસ્ટ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ, મોબાઈલ કોલ ડિટેઈલ અને લોકેશનનો સમાવેશ થાય છે. આ સિવાય ઘટનાના દિવસે આરોપીના ઈયરફોન અને મોબાઈલ બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં આને પણ મહત્વના પુરાવા ગણવામાં આવ્યા છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં કાર્યવાહી કરતા ડોકટરોની સુરક્ષા વધારવા અને કાર્યસ્થળ પર અનુકુળ સ્થિતિ બનાવવાના નિર્દેશ આપ્યા હતા. કોલકાતા હાઈકોર્ટે આ કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ આ કેસમાં સંજય રોયને એકમાત્ર આરોપી ઝડપ્યો છે. જો કે, આ કેસમાં સંડોવણી બદલ પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની પણ ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments