આજે રાત્રે 12:00 વાગ્યા થી વિધિવત રીતે પરિક્રમા શરૂ થવાની છે ત્યારે પરિક્રમામાં આવતા યાત્રાળુઓ પરિક્રમાના એક દિવસ અગાઉ જ પરિક્રમા ગેટ પર ધામા નાખ્યા હતા. જે યાત્રાળુઓની બહોળી સંખ્યા જોઈ તંત્ર દ્વારા એક દિવસ અગાઉ જ પરિક્રમાનો ગેટ યાત્રાળુઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે પરિક્રમામાં આવતા યાત્રાળુઓ ભવનાથ ક્ષેત્રમાં પણ ફરવા જાય છે. ત્યારે જુનાગઢ આવતા યાત્રાળુઓ રોપ-વે તેમજ સીડી મારફત ગીરનાર પર્વત પહોંચ્યા હતા. પરિક્રમાના દિવસોમાં ભવનાથ ક્ષેત્રમાં લાખોની સંખ્યામાં યાત્રાળુ આવે છે. આ યાત્રાળુઓ પરિક્રમા પહેલા અને પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ગિરનાર પર્વત પર જતા હોય છે. ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં યાત્રાળુ હાલ જોવા મળી રહ્યા છે ત્યારે જુનાગઢ આવતા યાત્રાળુઓ ગિરનાર પર્વત પર જૈન દેરાસર માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધે છે. ગિરનાર પર્વત પર અંબાજી મંદિર નજીકની સીડીઓ પર યાત્રાળુઓની લાંબી લાઈનો જોવા મળી છે. ત્યારે હજુ પણ છેલ્લા પાંચ દિવસ યાત્રાળુઓ બહોળી સંખ્યામાં ગિરનાર પર્વત પર જોવા મળશે.