back to top
Homeભારતચૂંટણી પંચે ઉદ્ધવની બેગ તપાસી:પૂર્વ CMએ જાતે જ VIDEO બનાવ્યો, કહ્યું- મોદીની...

ચૂંટણી પંચે ઉદ્ધવની બેગ તપાસી:પૂર્વ CMએ જાતે જ VIDEO બનાવ્યો, કહ્યું- મોદીની બેગ પણ ચેક કરજો, ત્યાં પૂંછડી ન પટપટાવતા

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સોમવારે ચૂંટણી પ્રચાર માટે યવતમાલના વાણી એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં હેલિકોપ્ટરથી ઉતરતાની સાથે જ ચૂંટણી પંચના અધિકારીઓ તેમની બેગ તપાસવા આવ્યા, જેના કારણે ઉદ્ધવ રોષે ભરાયા હતા. ઉદ્ધવે બેગ ચેક કરતા અધિકારીઓનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. વીડિયોમાં ઉદ્ધવ અધિકારીઓને- મોદી-શાહની બેગ પણ ચેક કરવા જણાવ્યું હતા. ઉદ્ધવે કહ્યું- મારી બેગ ચેક કરી લો. જો તમે ઇચ્છો તો તમે મારા યુરિન પોટ પણ ચેક કરી શકો છો, પરંતુ હવે મને તમે લોકો મોદીની બેગ ચેક કરતા હોવાનો વીડિયો જોઈએ છે. ત્યાં તમારી પૂંછડી પટપટાવતા નહીં. તમારે જે ચેક કરવું હોય તે કરીલો. હું આ વીડિયો જાહેર કરી રહ્યો છું. ઉદ્ધવ ઠાકરે અને તપાસ અધિકારી વચ્ચેની વાતચીત ઉદ્ધવ: તમારું નામ શું છે?
અધિકારીઃ મારું નામ અમોલ છે.
ઉદ્ધવ ઠાકરેઃ તમે ક્યાંના રેહવાસી છો?
અધિકારીઃ હું અમરાવતીનો રહેવાસી છું.
ઉદ્ધવઃ અમરાવતી તો ઠીક છે..પણ અત્યાર સુધી તમે કોની-કોની બેગ ચેક કરી છે? મારી પહેલા કયા નેતાઓની બેગ તપાસવામાં આવી?
અધિકારીઃ મેં આ પહેલા ક્યારેય કોઈની સાથે આવું કર્યું નથી, મને માત્ર 4 મહિના જ થયા છે.
ઉદ્ધવઃ તમે 4 મહિનામાં એક પણ બેગ તપાસી નથી. હું જ તમને મળ્યો પ્રથમ કસ્ટમર?
અધિકારીઃ ના સર… એવું કંઈ નથી.
ઉદ્ધવ: ના, તમે મારી બેગ તપાસો, હું તમને રોકીશ નહીં. તમે મારી બેગ તપાસ કરતા મને કહો કે તમે હજુ સુધી મિંધે (એકનાથ શિંદે)ની બેગ ચેક કરી છે? શું તમે દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, મોદી, અમિત શાહની બેગ ચેક કરી છે?
અધિકારીઃ નથી કરી, મને તક મથી નળી.
ઉદ્ધવ: જ્યારે મોદી આવે,ત્યારે તેમની બેગ તપાસતા હોવાનો વીડિયો મને મોકલજો. ત્યાં તમારી પૂંછડી પટપટાવતા નહીં. મારા યુરીન પોટ પણ ચેક કરો. ફ્યૂલની ટાંકી પણ ચેક કરવા માંગો છો?
અધિકારીઃ ના સાહેબ. બેગ ચેક કર્યા બાદ AAP સાંસદે કહ્યું- જનતા ચોક્કસ બદલો લેશે AAP સાંસદ સંજય સિંહે કહ્યું- બાળાસાહેબ ઠાકરેની પાર્ટી સાથે દુર્વ્યવહાર કરવાની મહારાષ્ટ્રમાં કોઈની હિંમત નહોતી, પાર્ટીના નેતા ઉદ્ધવ ઠાકરે સાથે જે રીતે ગેરવર્તન કરવામાં આવ્યું, મહારાષ્ટ્રના લોકો તેનો પાઠ ભણાવશે. સંજય સિંહે કહ્યું- શું ઉદ્ધવ ઠાકરેને પ્રચાર કરવાની મંજૂરી નથી? શું તેઓ તેમના ઉમેદવારો માટે પ્રચાર ન કરી શકે? શું ક્યારેય અમિત શાહના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી? શું ક્યારેય નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી? તમે વિરોધને દબાવવા માંગો છો. લોકસભા ચૂંટણીમાં ભાજપ 23થી ઘટીને 9 બેઠકો પર આવી ગયું લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભારત ગઠબંધનને 30 અને NDAને 17 બેઠકો મળી હતી. જેમાં ભાજપને 9, શિવસેનાને 7 અને NCPને માત્ર 1 સીટ મળી છે. ભાજપે 23 બેઠકો ગુમાવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 41 બેઠકો મળી હતી જ્યારે 2014માં તેને 42 બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણી અનુસાર ભાજપની હારનો અંદાજ જો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં લોકસભા ચૂંટણી જેવો ટ્રેન્ડ રહેશે તો ભાજપને નુકસાન થશે. ભાજપ લગભગ 60 બેઠકો સુધી ઘટી જશે. તે જ સમયે વિપક્ષી ગઠબંધનના સર્વેમાં MVAને 160 બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપ માટે મરાઠા આંદોલન સૌથી મોટો પડકાર છે. આ સિવાય શિવસેના અને એનસીપીમાં ભાગલા બાદ લોકોને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિ છે. વિધાનસભા ચૂંટણી- 2019 2019માં ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું. ભાજપે 105 અને શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. ગઠબંધનમાંથી એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. ભાજપ-શિવસેના આસાનીથી સત્તામાં આવી ગયા હોત, પરંતુ મતભેદના કારણે ગઠબંધન તૂટી ગયું.
23 નવેમ્બર, 2019 ના રોજ ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે, બંનેએ બહુમત પરીક્ષણ પહેલા 26 નવેમ્બરે રાજીનામું આપી દીધું હતું.
28 નવેમ્બરે શિવસેના (અવિભાજિત), NCP (અવિભાજિત) અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સત્તા પર આવી.
આ પછી, શિવસેના (અવિભાજિત) અને NCP (અવિભાજિત) વચ્ચે વિભાજન થયું અને આ બંને પક્ષો ચાર જૂથોમાં વહેંચાઈ ગયા. તેમ છતાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થયો. હવે આ પૃષ્ઠભૂમિ પર વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments