back to top
Homeદુનિયાટ્રમ્પની ટીમમાં માઈક વોલ્ટ્ઝની એન્ટ્રી:અમેરિકાના નવા NSA બનાવ્યા, ચીન- ઈરાનના વિરોધી અને...

ટ્રમ્પની ટીમમાં માઈક વોલ્ટ્ઝની એન્ટ્રી:અમેરિકાના નવા NSA બનાવ્યા, ચીન- ઈરાનના વિરોધી અને ભારતના સમર્થક છે; ગઈ વખતે ટ્રમ્પે 4 NSA બદલ્યા હતા

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના સાંસદ માઈક વોલ્ટ્ઝને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ નિર્ણયથી વાકેફ બે સૂત્રોએ આ માહિતી આપી છે. માઈક વોલ્ટ્ઝને ચીન-ઈરાન વિરોધી અને ભારતના સમર્થક માનવામાં આવે છે. તેમણે ચીન પર અમેરિકાની નિર્ભરતા ઘટાડવા સંબંધિત ઘણા બિલોનું સમર્થન કર્યું છે. વોલ્ટ્ઝ યુએસ આર્મીના સ્પેશિયલ યુનાઈટેડ ફોર્સમાં ‘ગ્રીન બેરેટ કમાન્ડો’ રહી ચૂક્યા છે અને તે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે પણ લડ્યા છે. તેમણે અફઘાનિસ્તાનમાંથી બાઈડન સરકારની સૈન્ય પરત ખેંચી લેવાનો સખત વિરોધ કર્યો હતો. તેમણે મિડલ-ઈસ્ટ અને આફ્રિકામાં પણ સેવા આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં ચાર NSA બદલ્યા હતા. પ્રથમ સલાહકાર જનરલ મેકમાસ્ટર માત્ર 22 દિવસ જ પદ પર રહ્યા હતા. ઈન્ડિયા કોકસ શું છે, જેની સાથે વોલ્ટ્ઝ જોડાયેલા છે? ઈન્ડિયા કોકસ એ અમેરિકન સાંસદોનું એક ગ્રુપ છે, જે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કામ કરે છે. તે 2004માં ન્યૂયોર્ક સેનેટર હિલેરી ક્લિન્ટન (ડેમોક્રેટ) અને સેક્રેટરી ઓફ સ્ટેટ જોન કોર્નિન (રિપબ્લિકન) દ્વારા બનાવવામાં આવ્યું હતું. ભારતના મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ભારતીય-અમેરિકન સમુદાયના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે યુએસ સંસદમાં ઈન્ડિયા કોકસ એક મુખ્ય પ્લેટફોર્મ બની ગયું છે. ઈન્ડિયા કોકસમાં હાલમાં 40 સભ્યો છે. ઈન્ડિયા કોકસમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે. તેના સભ્યો નિયમિતપણે ભારતીય નેતાઓ સાથે મુલાકાત કરે છે અને ભારત સંબંધિત બાબતો પર યુએસ સરકારને સલાહ આપે છે. વોલ્ટ્ઝ ઈન્ડિયા કોકસના સહ અધ્યક્ષ છે અને ભારત સાથે મજબૂત સંબંધો જાળવવાના પક્ષમાં છે. વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધv કર્યું હતું. વોલ્ટ્ઝે તેમના ભાષણની વ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે જ હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થીને મોદીને આમંત્રણ આપવાની અપીલ કરી હતી. અમેરિકામાં NSA ખૂબ જ મહત્વપૂર્ણ પોસ્ટ છે, નિમણૂક માટે સેનેટની મંજુરી જરૂરી નથી NSA એ અમેરિકામાં મહત્વની પોસ્ટ છે. તે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આ માટે સેનેટની મંજૂરીની જરૂર નથી. તેનું કામ ટોચની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સાધવાનું અને રાષ્ટ્રપતિની નીતિઓને લાગુ કરવાનું છે. જેક સુલિવાન હાલમાં આ પદ પર છે વોલ્ટ્ઝ ટ્રમ્પ વહીવટીતંત્રમાં પદ સંભાળનાર બીજા રિપબ્લિકન છે. અગાઉ ટ્રમ્પે ન્યૂયોર્કના સાંસદ એલિસ સ્ટેફનિકને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના આગામી રાજદૂત તરીકે પસંદ કર્યા હતા. સ્ટેફનિક ટ્રમ્પના વફાદાર સમર્થક રહ્યા છે. તેમણે હાર્વર્ડમાંથી અભ્યાસ કર્યો છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના કાર્યકાળ દરમિયાન વહીવટમાં પણ કામ કર્યું છે. ટ્રમ્પે તેમના જૂના સહયોગી સ્ટીફન મિલરને તેમના નવા વહીવટમાં નીતિ બાબતોના નાયબ વડા બનાવ્યા છે. તેઓ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પના સલાહકાર હતા. તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક વલણ અપનાવવા માટે જાણીતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments