back to top
Homeમનોરંજનબીજીવાર રિલીઝ થઈ રહી છે શાહરુખની ફિલ્મ:'કલ હો ના હો' નો એન્ડ...

બીજીવાર રિલીઝ થઈ રહી છે શાહરુખની ફિલ્મ:’કલ હો ના હો’ નો એન્ડ શાહરુખને પસંદ નહોતો, ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી

વર્ષ 2003માં શાહરૂખ ખાનની એક ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 32 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને આ ફિલ્મે વિશ્વભરમાં 82.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ 20 વર્ષ પછી ફરી સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. શું તમે આ ફિલ્મનું નામ ઓળખ્યું? ના! ચાલો એક વધુ નાનો સંકેત આપીએ. આ ફિલ્મમાં શાહરુખ ઉપરાંત પ્રીતિ ઝિંટા અને સૈફ અલી ખાન પણ હતા. ક્યારે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ?
હા, આ ફિલ્મનું નામ છે ‘કલ હો ના હો’. આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં ફરી રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતા ધર્મા પ્રોડક્શને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘લાલ હવે દરેકના દિલમાં છે, જે થવાનું છે તે અદ્ભુત છે! #KalHoNaaHo 15મી નવેમ્બરે થિયેટર્સમાં ફરી રીલિઝ થઈ રહી છે. શાહરુખને ફિલ્મનો એન્ડ પસંદ ન હતો
આ ફિલ્મના અંતમાં શાહરુખ ખાનનું પાત્ર મૃત્યુ પામે છે. મીડિયા અનુસાર, ફિલ્મના નિર્દેશક નિખિલ અડવાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘શાહરુખ ખાનને ‘કલ હો ના હો’ના ડેથ સીનથી નફરત હતી. તે કહેતો હતો કે તેનો કોઈ અર્થ નથી અને તમે તેને કોઈ સન્માન આપતા નથી.’ શાહરુખે બાળકો માટે ફિલ્મનો અંત સ્પેશિયલ એડિટ કરાવ્યો
શાહરુખે કહ્યું હતું કે, ‘મેં ક્યારેય મારા બાળકોને ‘કલ હો ના હો’નો અસલી અંત બતાવ્યો નથી. કરણે એક સ્પેશિયલ એડિટ રાખ્યું હતું જેમાં હું જ્યારે ફ્લાઈટ લઈશ ત્યારે ફિલ્મ પૂરી થાય છે. મારા બાળકોએ આ ફિલ્મ માત્ર ત્યાં સુધી જ જોઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments