દેશભરમાં લોકોની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. એક કરોડથી વધુની વાર્ષિક કરપાત્ર આવક ધરાવતા 2.20 લાખથી વધુ લોકો છે. જે માત્ર છેલ્લા 10 વર્ષમાં આવા લોકોની સંખ્યા પાંચ ગણી વધી છે. મહત્વની વાત એ છે કે એક કરોડથી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા માત્ર ત્રણ વર્ષમાં એક લાખ વધી છે. દેશમાં ધનિકોની સંખ્યામાં ઝડપથી વધારો થવા પાછળ ઘણા કારણો સામે આવ્યા છે. અર્થશાસ્ત્રીઓ, ટેક્સ નિષ્ણાતો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના જણાવ્યા અનુસાર,આ બાબતોમાં સૌથી મોટા કારણોમાં તાજેતરના વર્ષોમાં શેરબજારમાં આવેલી તેજી, સ્કિલ લોકોના પગારમાં વધારો, પસંદગીની કંપનીઓ માટે મજબૂત નફો અને ટેક્સ નિયમોમાં ફેરફાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના ભૂતપૂર્વ અધ્યક્ષ આર પ્રસાદે કહ્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે કોવિડના સમયમાં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ઘટાડો થયો હતો. જે બાદ પેન્ડિંગ ડિમાન્ડ બહાર આવી હતી. તેના કારણે ઘણી મોટી કંપનીઓએ આકર્ષક પ્રદર્શન કર્યું છે જેના કારણે શેરબજારમાં તેજી રહી હતી. ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયા ખાતે ટેક્સના નેશનલ મેનેજિંગ પાર્ટનર વિકાસ વાસલે જણાવ્યું કે એઆઈ-આધારિત ટેક સેક્ટર, ગ્રીન એનર્જી, વ્યાવસાયિક સેવાઓ, ઊભરતાં ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ, મુસાફરી અને હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં અનુભવ અને કૌશલ્ય સાથેની પ્રતિભાની માંગ છે. તેમણે જણાવ્યું હતું કે શેરબજારની તેજીથી ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ ઘણો ફાયદો થયો છે, જેમાં BSE સેન્સેક્સ નાણાવર્ષ 2019-20ના અંતે 29000 થી વધીને અત્યારે 80000 આસપાસ પહોંચી ગયો છે. પીડબલ્યુસી ઇન્ડિયાના આર્થિક સલાહકારના પાર્ટનર અને લીડર રાનેન બેનર્જીએ જણાવ્યું કેકોર્પોરેટ્સને કોવિડ પછીના મોટા રાજીનામાની લહેર બાદ વર્ષનાં મધ્યમાં તેમને મહેનતાણું 20-30% વધારવાની ફરજ પડી હતી. તે ઘણા પગારદાર આવકવેરાદાતાઓને કરોડનો આંકડો પાર કરવામાં પણ ફાળો આપે છે. તેમણે જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં મોટા બોનસ ચૂકવણી સાથે ઉચ્ચ કોર્પોરેટ નફાથી કરોડથી વધુ કમાણી કરનાર વ્યક્તિઓની સંખ્યામાં વધારો કર્યો છે.એક કરોડથી વધુનો પગાર મેળવનારા અધિકારીઓની સંખ્યા 2019-20માં 1609 થી વધીને 2022-23માં 1902 થઈ ગઈ છે. ત્રણ વર્ષમાં તેમાં 18 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ રૂ. 1 કરોડથી ઉપરના ટેક્સ બ્રેકેટમાં પગારદાર વ્યક્તિઓના માત્ર એક નાના ભાગને આભારી હોઈ શકે છે. ટેક્સ નિષ્ણાતો તેના બદલે એક મુખ્ય પરિબળ તરીકે તેજીવાળા મૂડીબજારમાંથી અસાધારણ રીતે મોટા રોકાણ લાભો તરફ નિર્દેશ કરે છે. 2013-14માં માત્ર 40 હજાર કરોડપતિ હતા
સ્ટેટ બેંકના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર આકારણી વર્ષ 2013-14માં દેશમાં માત્ર 40,000 કરદાતા હતા જેમની કરપાત્ર આવક 1 કરોડ રૂપિયાથી વધુ હતી. જ્યારે 2020-21 સુધીમાં કોરોના મહામારી પછી કરોડપતિ કરદાતાઓની સંખ્યા વધીને 1.2 લાખ થઈ ગઈ છે. ત્યારપછીના વર્ષે આ સંખ્યા વધીને 1.3 લાખ થઈ ગઈ. જ્યારે 2022-23માં 190,000 અને 2023-24માં 2,20,000 પર પહોંચી ગઈ.