તાપી જિલ્લાની બોર્ડર પર ખાનગી કંપનીની લક્ઝરી બસ પલટી મારતા અફડા તફડીનો મોહોલ સર્જાયો હતો. સોનગઢ તાલુકાના સિનોદ ગામની સીમમાં બસચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. એક મહિલાનું ઘટનાં સ્થળે જ મોત
આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં બેસેલા 30 મુસાફરો પૈકી 18 વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અકસ્માતમાં શ્રીનાથ કંપનીની ખાનગી બસ મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ જઈ રહી હતી. અકસ્માતમાં બે મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી.