back to top
Homeમનોરંજન'સિંઘમ અગેઇન'નો વિલન બન્યો હીરો!:રોહિત શેટ્ટીએ કહ્યું- ફિલ્મના રિલીઝ પહેલાં અર્જુન કપૂર...

‘સિંઘમ અગેઇન’નો વિલન બન્યો હીરો!:રોહિત શેટ્ટીએ કહ્યું- ફિલ્મના રિલીઝ પહેલાં અર્જુન કપૂર ટ્રોલ થયો પણ હવે કામ જોઈ લોકો વખાણ કરી રહ્યાં છે

રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઇન’રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં અર્જુન કપૂરે ખલનાયકનો રોલ કર્યો છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જો કે, ફિલ્મની રિલીઝ પહેલા એક્ટરને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે રોહિત શેટ્ટીએ આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે અર્જુન માટે ટ્રોલિંગનો સામનો કરવો સરળ ન હતો, પરંતુ હવે ખુશી છે કે દરેક અર્જુનના કામ અને એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. અર્જુન કપૂરને શરૂઆતમાં ટ્રોલ કરવામાં આવ્યો હતો
ન્યૂઝ-18 સાથે વાત કરતા રોહિત શેટ્ટીએ કહ્યું, ‘સિંઘમ અગેઇન’ના ટ્રેલર બાદ અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થયો હતો. લોકો કહેતા હતા કે તેની સાથે કામ કરવા માટે પાંચ લોકોની ટીમની જરૂર પડશે. હું તેને દોષ આપતો નથી, કારણ કે તે તેનો અભિપ્રાય હતો. પરંતુ હું ખુશ છું કે ફિલ્મ જોયા પછી લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. બધાએ અર્જુનના કામ અને તેની એક્ટિંગના વખાણ કર્યા. શૂટિંગ દરમિયાન એક્ટર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો – રોહિત
રોહિત શેટ્ટીએ કહ્યું, ‘જ્યારે અર્જુન કપૂર ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. તેની ફિલ્મો સારી ચાલી રહી ન હતી અને તેને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. ટ્રોલ્સ સામે લડતી વખતે સારું કામ કરવું કોઈના માટે સરળ નથી. પણ અર્જુને આ કર્યું. તેને પોતાના કામમાં કોઈ કસર છોડી નથી. આનું જ પરિણામ છે કે આજે ‘સિંઘમ અગેઇન’માં આટલી મોટી કાસ્ટ હોવા છતાં પણ લોકો અર્જુન કપૂરના વખાણ કરી રહ્યા છે. ‘સિંઘમ અગેઇન’ 1 નવેમ્બરે રિલીઝ થઈ હતી
‘સિંઘમ અગેઇન’ 1 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર, સલમાન ખાન ઉપરાંત બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર સિંઘમ અગેન ફિલ્મ 350 કરોડના જંગી બજેટમાં બની છે. તે જ સમયે, આ ફિલ્મની ટક્કર કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા-3’ સાથે થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments