ગોંડલ ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન થઈ રહ્યું છે. ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા ગણેશભાઈ જાડેજા પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજી (શાલીગ્રામ) વિવાહનો અલૌકિક અવસર આજે યોજાઇ રહ્યો છે. ત્યારે આજે સવારે ધારાસભ્યના નિવાસસ્થાને તુલસી માતાની મંડપ વિધિ કરવામાં આવી હતી. જેમાં તુલસી માતાના માવતર ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ) અને તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યાં છે. જેમાં મુખ્યમંત્રી સહિત કેબીનેટ મંત્રીઓ સહિત સંતો મહંતો મહેમાન હાજરી આપી રહ્યાં છે. રાત્રે કોલેજ ચોક, સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં લોકડાયરાનું પણ ભવ્ય આયોજન કરાયું છે.