આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાની ફરી એકવાર ઘટના સામે આવી છે. ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી સવારે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગુજરાત ટ્રાવેલ્સની એસી બસના 2 મોટા કાચ તૂટ્યા હતા. ગુજરાતનાં લોકો સૌથી વધુ આબુ ફરવા જાય છે. ત્યારે એવી ઘટનાઓથી પ્રવાસીઓમાં ભયનો માહૌલ છવાઈ રહ્યો છે. રાજસ્થાનની સરહદ ઉપર પથ્થરમારાની ગંભીર ધટના બની હતી અને અવારનવાર અહીં પથ્થરમારાની ઘટનાઓ બની રહી છે. અગાઉ 3 નવેમ્બરના રોજ આજ જગ્યાએ ત્રણ કાર પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં એક મહિલાને ઈજા થઈ હતી. આજે સવારે પથ્થરમારાની જે ઘટના બની હતી. જેમાં બસમાં સવાર દસથી વધુ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. ડ્રાઇવર સમય સૂચકતા વાપરી બસને ઘટના સ્થળેથી ભગાવી મુકી હતી. આજે બપોરે બસ પરત અંબાજી આવી ત્યારે બસના ડ્રાઇવર દ્વારા સમગ્ર ઘટના મીડિયા સામે બતાવી હતી. આ ઘટનાને લઈ રાજસ્થાન પોલીસને પણ જાણ કરવામાં આવી છે. હાલમાં બનેલા બનાવોથી રાજસ્થાન આબુ તરફ જતા પ્રવાસીઓમાં ભારે ડર જોવા મળી રહ્યો છે.