back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શેરબજારમાં મંગળવારે મંદી જોવા મળી:નિફટી ફ્યુચર 24008 પોઈન્ટ ઉપર તેજી રહી...

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શેરબજારમાં મંગળવારે મંદી જોવા મળી:નિફટી ફ્યુચર 24008 પોઈન્ટ ઉપર તેજી રહી શકે

શેરબજારમાં મંગળવારે મંદી જોવા મળી હતી. સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.આજે શેરબજાર સેન્સેક્સ 900 પોઈન્ટ સુધી તૂટી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો નોંધાતા રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.આ સિવાય એનર્જી, હેલ્થકેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે ટ્રેડ થયા હતા. સેન્સેકસ, નિફટીમાં ભારે વોલેટીલિટી બાદ સ્થિરતા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી સાથે ફંડો, ઓપરેટરો ભાવો તોડીને વેચવા લાગ્યાના સંકેત વચ્ચે ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશ ઘટાળો થયો હતો. સેન્સેક્સ 820 પોઈન્ટના ઘટાળા સાથે 78675 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 295 પોઈન્ટના ઘટાળા સાથે 23931 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 747 પોઈન્ટના ઘટાળા સાથે 51334 પોઈન્ટના સ્તરે બંધ થયો. ભારતમાં કોર્પોરેટ પરિણામો એશીયન પેઈન્ટસ સહિતનાનબળા આવતાં અને ઓવરવેલ્યુએશનના નેગેટીવ પરિબળે ફંડોએ ફ્રટન્ટલાઈન શેરોમાં ઓફલોડિંગ કરતાં જોવાયું. સેન્સેક્સ,નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવી ફરી ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મળ્યા ભાવો ભાવો તોડીને વેચવાની હોડ લગાવતાં અનેક શેરોમાં ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ વધુ નબળી પડી હતી. વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં આજે ભારે વોલેટીલિટી જોવાઈ હતી. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં ઓકટોબર 2024 મહિનામાં રોકાણ પ્રવાહ 21% થી વધુ વધીને રેકોર્ડ રૂ.41,887 કરોડ નોંધાયો છે. લાર્જ કેપ ફંડોમાં રોકાણ સપ્ટેમ્બરના રૂ.1769 કરોડની તુલનાએ ઓકટોબરમાં વધીને રૂ.3452.3 કરોડ થયું છે. જ્યારે મિડ કેપ ફંડોમાં રોકાણ રૂ.3130 કરોડની તુલનાએ વધીને રૂ.4683 કરોડ અને સ્મોલ કેપ ફંડોમાં રોકાણ રૂ.3071 કરોડની તુલનાએ વધીને રૂ.3772 કરોડ થયું છે. હાઈબ્રિડ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.4901 કરોડની તુલનાએ વધીને રૂ.16,863.3 કરોડ નોંધાયો છે. એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (સેબી) ના આંકડા મુજબ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણનો ઉત્સાહ વધતો જોવાઈ રહ્યો છે. શેર બજારોમાં તીવ્ર ઘટાડો-કરેકશન થતાં ઓકટોબરમાં રોકાણ પ્રવાહ નોંધાયો છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ, ગ્રાસીમ, લ્યુપીન, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, એયુ બેન્ક, સન ફાર્મા, રિલાયન્સ, રામકો સિમેન્ટ જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો, લાર્સેન, મુથૂટ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, ગ્લેનમાર્ક ફાર્મા, સિપ્લા, ભારતી ઐરટેલ, અદાણી પોર્ટસ, એક્સીસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વોલ્ટાસ, ટેક મહિન્દ્રા, ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4213 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2568 અને વધનારની સંખ્યા 1530 રહી હતી, 115 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 05 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 06 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23931 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23808 પોઇન્ટના પ્રથમ અને 23676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24008 પોઇન્ટથી 24088 પોઇન્ટ, 24108 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51334 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51008 પોઇન્ટના પ્રથમ અને 50979 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51404 પોઇન્ટથી 51474 પોઇન્ટ, 51505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 51505 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસીસી લીમીટેડ ( 2265 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2223 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2208 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2283 થી રૂ.2290 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2303 ઉપર તેજી તરફી ધ્યાન. ઈન્ફોસીસ લીમીટેડ ( 1866 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1833 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1818 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1878 થી રૂ.1890 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. એચડીએફસી બેન્ક ( 1723 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1747 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1707 થી રૂ.1690 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1760 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. વોલ્ટાસ લીમીટેડ ( 1677 ) :- રૂ.1693 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1707 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1660 થી રૂ.1633 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1717 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની એકધારી રોજ વેચવાલીના પરિણામે શેરોમાં ધોવાણ વધતું જોવાયું છે.અમેરિકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય જાહેર થવાના દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. પરંતુ તુરંત બીજા દિવસે તેજીનો આ ઉન્માદ શમતો જોવાઈ ટ્રમ્પ સરકારની અણધારી ટેરિફમાં વધારા સહિતની અપેક્ષિત નીતિઓ અને ચાઈના ફેકટરે બજારમાં વેચવાલી વધતી જોવાઈ છે.સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવીને ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ ઓફલોડિંગ કરીને દરેક ઉછાળે નફો ઘરભેગો કરવાનું ચાલુ રાખ્યું છે. શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે, આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો અફડા – તફડી નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ બુક કરવો સલાહભર્યું છે.આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ શકે છે. જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments