IPL મેગા ઓક્શન પહેલા લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)એ તેમના કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કર્યો. સ્ટાર સ્પોર્ટ્સે 12 નવેમ્બરે કેએલ રાહુલનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા રાહુલે કહ્યું, ‘હું નવી રીતે શરૂઆત કરવા માગુ છું. હું મારા વિકલ્પો જોવા અને એવી જગ્યાએ રમવા માંગતો હતો જ્યાં મને થોડી સ્વતંત્રતા મળી શકે. તેણે આગળ કહ્યું, ‘ક્યારેક તમારે દૂર જવું અને તમારા માટે કંઈક સારું શોધવાની જરૂર છે.’ રાહુલે કહ્યું, ‘તમે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમને જુઓ, તે બધી જ જીતે કે હારે, તેઓ હંમેશાં સંતુલિત દેખાય છે. આ ઉપરાંત ડ્રેસિંગ રૂમ પણ એકદમ શાંત છે. આ એક ખેલાડી તરીકે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે જો આવું થાય તો તે તમામ ખેલાડીઓને પ્રદર્શન કરવાની શ્રેષ્ઠ તક આપે છે.’ લખનએ રાહુલને રિલીઝ કર્યો
IPL મેગા ઓક્શન-2024 માટે તમામ 10 ટીમે 31 ઓક્ટોબરે ખેલાડીઓના રિટેન્શનની યાદી જાહેર કરી હતી. LSGએ તેના કેપ્ટન કેએલ રાહુલને મુક્ત કર્યો હતો. ટીમે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં નિકોલસ પૂરન, મયંક યાદવ, આયુષ બદોની, મોહસીન ખાન અને રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. LSG ગયા વર્ષે લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી
IPL-2024 સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. ટીમ 14 મેચમાંથી માત્ર 7 જ જીતી શકી અને લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં સાતમાં નંબરે રહી. IPL-2024 દરમિયાન સંજીવ ગોયન્કા રાહુલ પર ગુસ્સે થયા હતા
IPL-2024 સિઝન દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 10 વિકેટથી હરાવ્યું. આ પછી LSGના માલિક સંજીવ ગોયન્કા અને કેએલ રાહુલનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં સંજીવ ગોયન્કા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.