ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ હાલમાં જ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, કરિયરની શરૂઆતમાં તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે તે માત્ર 16 વર્ષની હતી. અભિનેત્રીએ કહ્યું, ‘દુર્ભાગ્યવશ મને આ પ્રકારનો અનુભવ કરવો પડ્યો, અને મેં ઘણી વખત આ વિશે ખુલીને વાત કરી છે.’ ઓડિશનના નામે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ
પિંકવિલા સાથે વાત કરતાં રશ્મિ દેસાઈએ કહ્યું, ‘ઈન્ટરનેટ પહેલેથી જ આવી ઘણી વાર્તાઓથી ભરેલું છે. મને યાદ છે કે એક દિવસ મને ઓડિશન માટે બોલાવવામાં આવીતો. હું ખૂબ જ ઉત્સાહિત હતી. હું ત્યાં પહોંચી, પણ ત્યાં એક વ્યક્તિ સિવાય કોઈ નહોતું. ત્યાં કેમેરા પણ નહોતો. તેણે મારા ડ્રિન્કમાં ડ્રગ્સ નાખીને મને બેભાન કરવાનો પ્રયાસ કર્યો. હું કહેતી રહી કે મારે આ બધું નથી કરવું. પણ તે મારા મનને કાબૂમાં રાખવા માંગતો હતો. પરંતુ કોઈક રીતે હું ત્યાંથી બહાર નીકળવામાં સફળ થઇ અને ઘરે આવીને મારી માતાને બધી વાત કહી.” ‘માતાએ થપ્પડ મારીને ભણાવ્યો પાઠ’
રશ્મિ દેસાઈએ કહ્યું, ‘મને યાદ છે કે બીજા દિવસે હું મારી માતા સાથે તે વ્યક્તિને મળવા ગઈ હતી અને મારી માતાએ તેને થપ્પડ મારી હતી, જેથી તેને પાઠ ભણાવી શકાય. કાસ્ટિંગ કાઉચ એક વાસ્તવિકતા છે. પરંતુ દરેક ઈન્ડસ્ટ્રીમાં સારા અને ખરાબ લોકો હોય છે. હું ભાગ્યશાળી છું કે મને કેટલાક અદ્ભુત લોકો સાથે કામ કરવાની તક મળી, જેમની સાથે મને કામ કરવાનો સારો અનુભવ હતો. ભગવાને મને મદદ કરી. રશ્મિ આ શોમાં જોવા મળી છે
રશ્મિ દેસાઈ ‘ઉતરન’ અને ‘દિલ સે દિલ તક’ જેવા ટીવી શોમાં જોવા મળી છે. હવે તે ફિલ્મો તરફ વળી છે. રશ્મિ ટૂંક સમયમાં હિન્દી ફિલ્મ ‘મિશન લૈલા’, ‘હિસાબ બરાબર’માં જોવા મળશે. આ સિવાય રશ્મિ ગુજરાતી ફિલ્મ ‘મમ્મી તને નહીં સમજાય’ નું શૂટિંગ કરી રહી છે.