અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે પૈકીના બે દર્દીઓના મોત નિપજતા તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓની સારવાર કરવામાં આવી હતી તે 12 દર્દીઓ આજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યાંથી તમામ દર્દીઓના આરોગ્યની ફેરતપાસ કરવા માટે યુ.એન. મહેતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં તમામ દર્દીઓના આરોગ્યની ફેરચકાસણી દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ શકે છે. દર્દીઓના આરોગ્યની ફેરચકાસણીની સાથે ખ્યાતિ હોસ્પિટલનો પણ ‘ટેસ્ટ’ થઈ જશે. 12 દર્દીઓને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ લઈ જવાયા
કડીના બાલીસણા ગામના જે દર્દીઓની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. તે પૈકીના બે દર્દીઓના મોત નિપજ્યા હતા. દર્દીઓના મોત બાદ હોબાળો થતા તેઓની સાથે જે અન્ય દર્દીઓની સારવાર કરવામાં આવી હતી તે 12 દર્દીઓને આજે બપોરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીંથી તમામને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ પણ વાંચોઃ ‘ખ્યાતિકાંડ’ મામલે સરકાર એકશનમાં દર્દીઓના આરોગ્યની ફેરતપાસ કરાશે
PMJAY યોજના હેઠળ દર્દીઓની આડેધડ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ત્યારે જે દર્દીઓની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી તે 12 દર્દીઓના આરોગ્યની ફેરતપાસ કરવાનો નિર્ણય કરાયો છે. યુ.એન.હોસ્પિટલમાં તમામના આરોગ્યની ચકાસણી કરાશે. ફેરતપાસમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા
ખ્યાતિ હોસ્પિટલની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. PMJAY યોજનાના લાભ માટે દર્દીઓના આડેધડ ઓપરેશન કરાયાના આક્ષેપો થયા છે. ત્યારે કડીના બાલીસણાના જે દર્દીઓની અહીં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી તે જરુરી હતી કે નહીં તે પણ સામે આવી જશે. તમામ 12 દર્દીઓની ફેરતપાસ બાદ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ બે દર્દીઓના મોત નિપજ્યા હતા
અમદાવાદના એસજી હાઈવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પ કર્યા બાદ 19 લોકોને એન્જિયોગ્રાફી માટે લાવવામાં આવ્યા હતા. તમામની એન્જિયોગ્રાફી કર્યા બાદ સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે પૈકીના બે દર્દીઓના મોત નિપજતા હોસ્પિટલની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ત્યારે આ મામલાની તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ અને પોલીસ પણ એલર્ટ બની તપાસ કરી રહી છે.