બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીને પગે લાગ્યા. આજે એટલે કે બુધવારે દરભંગા AIIMSના શિલાન્યાસ સમારોહ દરમિયાન નીતિશ કુમાર મોદીને બંને હાથે પ્રણામ કરીને પગે પડ્યા, જોકે પીએમ મોદીએ ઊભા થઈને તરત જ તેમને રોક્યા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નીતિશ કુમાર કાર્યક્રમમાં પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ પીએમની બાજુની પોતાની ખુરસી તરફ આગળ વધી રહ્યા હતા. વડાપ્રધાન પણ પોતાના હાથથી ખુરસી તરફ ઈશારો કરતા જોવા મળે છે. ખુરસી પર બેસતાં પહેલાં તેઓ પીએમને બંને હાથ વડે પ્રણામ કરે છે અને પગે પડે છે. નીતિશ કુમારે પોતાના 9 મિનિટના સંબોધનમાં 8 વખત પીએમ મોદીનું નામ લીધું અને 7 વખત તેમનો આભાર માન્યો. નીતિશ કુમારની આ સ્ટાઈલ જોઈને પીએમ મોદી પણ ખૂબ હસ્યા હતા. આ પહેલાં 8 જૂને દિલ્હીમાં એનડીએની બેઠકમાં પણ નીતિશ કુમાર પીએમ મોદીના પગે પડ્યા હતા. 3 નવેમ્બરના રોજ પટનામાં સીએમએ પૂર્વ સાંસદ આરકે સિન્હાના પગે પડ્યા હતા. તેઓ ચિત્રગુપ્ત પૂજામાં હાજરી આપવા આવ્યા હતા. પહેલા જુઓ આજની 3 તસવીર… નીતિશ કુમારે કહ્યું- હાથ જોડીને પીએમ મોદીને નમસ્કાર કરો આ પહેલાં નીતિશ કુમારે કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે વડાપ્રધાનજી આપણા વિચારોથી પણ શ્રેષ્ઠ AIIMS બનાવડાવશે. નીતિશ કુમારે લોકોને બંને હાથ જોડીને મોદીને પ્રણામ કરવા કહ્યું. આ દરમિયાન પોડિયમથી જ તેમણે પીએમને હાથ જોડીને પ્રણામ પણ કર્યા હતા. નીતિશ કુમારે કહ્યું, 2003માં પહેલીવાર વાજપેયીજીની સરકારે પટના એઇમ્સ બનાવવાનો નિર્ણય લીધો હતો. દરભંગા એઇમ્સ બન્યા પછી લોકોને ફાયદો થશે. આ વિસ્તારનો વિકાસ થશે. દરભંગા મેડિકલ કોલેજનો વિસ્તાર કરશે, જેમાં 2500 બેડની વ્યવસ્થા કરશે. મોદીએ સીએમ નીતિશનાં વખાણ કર્યાં દરભંગામાં કાર્યક્રમ બાદ સભાને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ સીએમ નીતિશનાં વખાણ કર્યાં હતાં. પીએમએ કહ્યું- જંગલરાજને ખતમ કરવા માટે નીતિશ કુમારનાં જેટલાં વખાણ કરવામાં આવે એટલાં ઓછાં છે. જ્યાં સુધી નીતિશજી સરકારમાં આવ્યા નહોતા ત્યાં સુધી ગરીબોની સમસ્યાને લઇને કોઈને કોઈ ચિંતા હતી નહીં. NDA સરકારે જૂના વિચાર અને અપ્રોચ બંનેને બદલ્યા. નીતિશ કુમાર 5 મહિના પહેલાં પણ મોદીના પગે પડ્યા હતા લોકસભાની ચૂંટણી બાદ 8મી જૂને દિલ્હીમાં NDAની બેઠક મળી હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સભામાં મહાગઠબંધનના 13 નેતાએ ભાષણ આપ્યું, પરંતુ સૌથી વધુ ચર્ચા નીતિશના ભાષણ અને તેમના વાઇરલ થયેલા VIDEOની રહી. વાસ્તવમાં જ્યારે નીતિશ ભાષણ આપીને સ્ટેજ તરફ આવ્યા તો તેઓ પીએમ મોદીના પગે પડ્યા હતા. નીતિશ કુમાર પગે પડતાં જ મોદીએ તેમના બંને હાથ પકડી લીધા હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી. નીતિશે માથું નમાવીને અભિવાદન કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ચિત્રગુપ્ત પૂજા દરમિયાન પૂર્વ સાંસદના પગે પડ્યા સીએમ નીતિશ કુમાર 3 નવેમ્બરે પૂર્વ સાંસદ આરકે સિન્હાના પગે પડ્યા હતા અને તેમના આશીર્વાદ માગ્યા હતા. વાસ્તવમાં ચિત્રગુપ્ત પૂજા પર સીએમ નીતિશ કુમાર પટના શહેરના ચિત્રગુપ્ત મંદિર પહોંચ્યા અને પૂજા કરી. આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ આરકે સિન્હાએ નીતિશ કુમારને મંચ પર બોલાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આરકે સિન્હાએ કહ્યું હતું કે ‘મુખ્યમંત્રી નીતિશ કુમારે મંદિરના નિર્માણમાં ખૂબ જ સહયોગ આપ્યો છે.’ આ સાંભળીને નીતિશ કુમાર તરત જ તેમની પાસે પહોંચ્યા અને આરકે સિન્હાના પગ પડવા લાગ્યા. આ દરમિયાન આરકે સિન્હા તેમને રોકતા જોવા મળ્યા હતા. નીતિશ કુમારને પગ પડતાં જોઈને મંચ પર હાજર મંત્રીઓ અને અધિકારીઓ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. નીતિશ પ્રોજેક્ટ મેનેજરના પગે પડવા પહોંચ્યા 10 જુલાઈના રોજ સીએમ નીતિશ કુમાર જેપી ગંગા પથના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. આ સમય દરમિયાન તેમણે મેનેજર શ્રીનાથને સિક્સ લેન પ્રોજેક્ટમાં મોડું થવા માટે ઠપકો આપવાનું શરૂ કર્યું. તેમને ઠપકો આપતાં તેમણે કહ્યું હતું કે તમે પૂછશો તો હું તમારા પગે પડીશ, પણ આ કામ ઝડપથી કરી લો. સીએમ તેમના પગે પડવા માટે આગળ વધ્યા કે તરત જ માર્ગ બાંધકામ વિભાગના એસીએસ પ્રત્યાયા અમૃત હાથ જોડીને ઊભા થયા. તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી કે આવું ન કરો, અમે કામ ઝડપી ગતિએ કરી રહ્યા છીએ. ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ પણ મુખ્યમંત્રીનો હાથ પકડી લીધો હતો. આ સમાચાર પણ વાંચો… 73 વર્ષના નીતિશ કુમાર 73 વર્ષના મોદીને પગે પડ્યા:મોદીએ હાથ પકડીને રોક્યા; નીતિશે કહ્યું- હું હંમેશાં સાથે રહીશ, સ્પીચ બાદ ચિરાગ પાસવાનને મોદીએ ગળે લગાવ્યા દિલ્હીમાં શુક્રવારે NDAની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદ દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. આ બેઠક બે કલાકથી વધારે ચાલી હતી. ગઠબંધનના 13 નેતાએ ભાષણ આપ્યું હતું, પરંતુ હાલ નીતિશના ભાષણ અને તેમના એક વાઇરલ વીડિયોની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. ત્યાં જ ચિરાગ પાસવાન જ્યારે ભાષણ આપી મોદી પાસે પહોંચ્યા તો PMએ તેમને ગળે લગાવ્યા હતા. અહીં સંપૂર્ણ સમાચાર વાંચો