back to top
Homeસ્પોર્ટ્સપ્રતિબંધ બાદ અલ્ઝારી જોસેફ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પરત ફર્યો:કેપ્ટન શાઈ હોપ સાથે...

પ્રતિબંધ બાદ અલ્ઝારી જોસેફ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પરત ફર્યો:કેપ્ટન શાઈ હોપ સાથે દલીલ કરી હતી; રસેલ ઈજાગ્રસ્ત, શમર સ્પ્રિંગરને તક મળી

ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં 0-2થી પાછળ રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ પરત ફર્યો છે. જોસેફ બે મેચના પ્રતિબંધમાંથી પરત ફરી રહ્યો છે, જ્યારે ઈજાગ્રસ્ત આન્દ્રે રસેલના સ્થાને શમારને ટીમમાં સામેલ કર્યો છે. મેચ દરમિયાન કેપ્ટન શાઈ હોપ સાથે દલીલ કરવા બદલ જોસેફ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ સિરીઝની પ્રથમ મેચ 8 વિકેટે અને બીજી મેચ 7 વિકેટથી હારી ગઈ હતી. શ્રેણીની ત્રીજી મેચ 14 નવેમ્બરે ગ્રોસ આઈલેટમાં રમાશે. આન્દ્રે રસેલની પગની ઘૂંટીમાં ઈજા
પ્રાપ્ત માહિતી અનુસાર, આન્દ્રે રસેલને ડાબા પગની ઘૂંટીમાં ઈજા છે. જેના કારણે તે બાકીની ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે અહેવાલ આપ્યો હતો કે 9 નવેમ્બરના રોજ બ્રિજટાઉનમાં પ્રથમ મેચ દરમિયાન રસેલ ઈજાગ્રસ્ત થયો હતો. ઓલરાઉન્ડર શમર સ્પ્રિંગર તેનું સ્થાન લેશે. કેપ્ટન પોવેલ પાસે સ્પ્રિંગરના સમાવેશ સાથે વિકલ્પો હશે
સ્પ્રિંગરના સમાવેશ સાથે ટીમ પાસે બોલિંગમાં પણ વિકલ્પો છે. સ્પ્રિંગરે ગયા મહિને શ્રીલંકા સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે અત્યાર સુધીની બે મેચમાં 25 રનમાં 1 અને 24 રનમાં 1 વિકેટ લીધી છે. વિન્ડીઝે શ્રેણી 2-1થી જીતી લીધી
વેસ્ટ ઈન્ડિઝે ઇંગ્લેન્ડને વન-ડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. ટીમે 3 મેચની સિરીઝનો નિર્ણાયક 8 વિકેટે જીતી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments