back to top
Homeગુજરાતવાવ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન:5 વાગ્યા સુધી 67.13 % વોટિંગ, છેલ્લી ઘડીએ મત આપવા...

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન:5 વાગ્યા સુધી 67.13 % વોટિંગ, છેલ્લી ઘડીએ મત આપવા મતદારોની લાઈન લાગી, ગણતરીની મિનિટ બાકી

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે સાત વાગ્યાથી બપોરના 5 વાગ્યા સુધી 10 કલાકમાં 67.13 % વોટિંગ થયું છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે. જોકે, ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા માવજી પટેલે ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડી નાંખ્યું હોય એવું લાગી રહ્યું છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે 3 લાખ 10 હજાર 681 મતદારો EVMમાં સીલ કરશે. વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો છે. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે છે. જેમાં 4 DySP, 8 PI અને 30 PSI સહિત પોલીસકર્મીઓ ખડેપગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments