back to top
Homeમનોરંજનસલમાન ખાનને ધમકી આપનાર ગીતકારની ધરપકડ:પોતાના જ ગીતને વાઇરલ કરવા માટે કાવતરું...

સલમાન ખાનને ધમકી આપનાર ગીતકારની ધરપકડ:પોતાના જ ગીતને વાઇરલ કરવા માટે કાવતરું ઘડ્યું; 5 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી

સલમાન ખાનને ધમકી આપનાર ગીતકાર સોહેલ પાશાની મંગળવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તે કર્ણાટકના રાયચુરમાંથી ઝડપાયો છે. સોહેલ ઇચ્છતો હતો કે તેણે લખેલું ગીત ‘મેં સિકંદર હૂં’ ફેમસ થાય. આ જ હેતુથી તેણે સલમાનને ધમકી આપી હતી. હકીકતમાં 7 નવેમ્બરે મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે સલમાન અને લોરેન્સ પર એક ગીત લખવામાં આવ્યું છે. ગીત લખનારને એક મહિનામાં મારી નાખવામાં આવશે. તેની હાલત એવી થઈ જશે કે તે પોતાના નામે ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવે. ઓક્ટોબર-નવેમ્બરમાં સલમાનને બે વખત ધમકીઓ મળી હતી. નવેમ્બર 7: જ્યારે એક ગીતમાં સલમાન અને લોરેન્સનું નામ ઉમેરવામાં આવ્યું ત્યારે મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો. લેખકને ધમકી આપી અને સલમાનને ચેલેન્જ આપી, જો તમારામાં હિંમત હોય તો બચાવી લે. 4 નવેમ્બરઃ મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળિયાર શિકાર કેસમાં માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે. જો તે આમ નહીં કરે જો જીવ થી જશે. આ કેસમાં કર્ણાટકથી ધમકી મોકલનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ વિક્રમ હોવાનું કહેવાય છે. 30 ઓક્ટોબરઃ 56 વર્ષીય આઝમ મોહમ્મદ મુસ્તફાની સલમાનને ધમકીભર્યા મેસેજ મોકલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મેસેજ મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન 2 કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. 25 ઓક્ટોબર: એનસીપી નેતા બાબા સિદ્દીકીના પુત્ર જીશાનના કાર્યાલય પર એક મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જો સલમાન અને જીશાન પૈસા નહીં આપે તો તેમને મારી નાખવામાં આવશે. આ કેસમાં મુંબઈ પોલીસે 20 વર્ષના મોહમ્મદ તૈયબની નોઈડાથી ધરપકડ કરી હતી. ધમકીઓ વચ્ચે સલમાન શૂટિંગ માટે હૈદરાબાદ પહોંચ્યો હતો આ દિવસોમાં સલમાન ખાન ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે, અભિનેતા ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદના પ્રખ્યાત તાજ ફલકનુમા પેલેસ પરત ફર્યો છે. અભિનેતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેલેસમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તાજ ફલકનુમા પેલેસને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યો હતો. ફિલ્મ ક્રૂ એક દિવસ પહેલા જ હોટલ પહોંચી ગયો હતો. શૂટિંગ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. આ જગ્યાએ સલમાનની બહેન અર્પિતા ખાનના લગ્ન થયા હતા. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે
NCP અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની 13 ઓક્ટોબરની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. સિદ્દીકીના નજીકના ગણાતા સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેને Y પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. 14 એપ્રિલે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી, ત્યારથી સલમાન કડક સુરક્ષા હેઠળ છે. બોલિવૂડ અભિનેતાને મળેલી ધમકી સંબંધિત આ સમાચાર પણ વાંચો…
‘હિંમત હોય તો સિંગરનો જીવ બચાવી લે’:સલમાન- લોરેન્સ પર બનેલા ગીતને લઈને ચેતવણી આપી, કહ્યું- એક મહિનામાં એક્શન લઈશું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments