આજે એટલે કે 13મી નવેમ્બરે સેન્સેક્સ 500પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 78,160ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 23,680ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો છે અને 9માં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 42માં ઘટાડો છે અને 8માં તેજી છે. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. એશિયન બજારોમાં ઘટાડો જિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશનનો IPO આજે ખુલશે જિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) આજે ખુલશે. રિટેલ રોકાણકારો આ ઈસ્યુમાં 18 નવેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 21 નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 12 નવેમ્બરે સેન્સેક્સ દિવસની ઉચ્ચ સપાટીથી 79,820થી 1145 પોઈન્ટ ઘટ્યો હતો. તેમજ, નિફ્ટી પણ દિવસની ઉચ્ચ સપાટીથી 24242 થી 359 પોઈન્ટ ગગડ્યો હતો. દિવસના કારોબાર પછી, સેન્સેક્સ 820 પોઈન્ટ (1.03%) ના ઘટાડા સાથે 78675 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 257 પોઈન્ટ (1.07%) નો ઘટાડો જોવા મળ્યો હતો, તે 23,883ની સપાટીએ બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ઘટયા હતા અને 3માં ઉછાળો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 46માં ઘટાડો અને 4માં તેજી રહી હતી.