back to top
Homeસ્પોર્ટ્સજંતુઓના કારણે મેચને અડધી કલાક રોકવી પડી:અક્ષરે બાઉન્ડરી પર એક હાથે જોરદાર...

જંતુઓના કારણે મેચને અડધી કલાક રોકવી પડી:અક્ષરે બાઉન્ડરી પર એક હાથે જોરદાર કેચ લીધો; સિક્સર બચાવવા જતા તિલકનું માથું જમીન પણ અથડાયું

સેન્ચુરિયનમાં રમાયેલી ત્રીજી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 11 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 107* રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 208 રન જ બનાવી શકી હતી. રમણદીપ સિંહે આ મેચમાં ડેબ્યૂ કર્યું હતું…તેણે પણ તેના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી, તિલક વર્મા ફ્રી હિટ પર કેચઆઉટ થયો હતો…તેણે ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી, આફ્રિકન ઇનિંગ્સની શરૂઆતમાં જંતુઓના કારણે રમત બંધ કરવી પડી હતી.. સેન્ચુરિયન T20ની ટોચની 12 મોમેન્ટ્સ 1. રમણદીપ સિંહનું ડેબ્યુ ઓલરાઉન્ડર રમણદીપ સિંહને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20માં ડેબ્યૂ કરવાની તક મળી. મેચ પહેલાં પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને તેની ડેબ્યૂ કેપ આપી હતી. રમણદીપને IPL અને ઈન્ડિયા-A માટે સારા પ્રદર્શનનો લાભ મળ્યો. આવેશ ખાનના સ્થાને ત્રીજી T20ની પ્લેઇંગ-11માં તેનો સમાવેશ કર્યો હતો. 2. યાન્સેનનો બોલ તિલકના હેલ્મેટ પર વાગ્યો ત્રીજી ઓવરનો ચોથો બોલ તિલક વર્માના હેલ્મેટ પર વાગ્યો. યાન્સેને શોર્ટ લેન્થ બોલ ફેંક્યો, જેને તિલકે પુલ રમવાનો પ્રયાસ કર્યો. બોલ તેના હેલ્મેટ સાથે અથડાયો અને કીપરની ઉપરથી જતા બાઉન્ડરી તરફ ગયો. આ પછી ફિઝિયો મેદાનમાં આવ્યા અને તિલકની તપાસ કરી. તિલકે થોડા સમય પછી બેટિંગ ચાલુ રાખી. 3. રિવર્સ સ્વીપ પર તિલકની સિક્સર સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમ ભારતીય ઇનિંગ્સમાં સાતમી ઓવર લાવ્યો હતો. તેના ચોથા બોલ પર તિલક વર્માએ રિવર્સ સ્વિપ કરીને થર્ડ મેન પર સિક્સર ફટકારી હતી. આફ્રિકન કેપ્ટને શોર્ટ લેન્થનો બોલ ફેંક્યો હતો. 4. તિલક વર્મા ફ્રી હિટ પર કેચઆઉટ ઇનિંગ્સની આઠમી ઓવર ઇવેન્ટફૂલ હતી. ગેરાલ્ડ કોત્ઝીએ આ ઓવરમાં 3 વાઈડ અને 1 નો બોલ ફેંક્યો હતો. કોત્ઝીએ પાંચમો બોલ શોર્ટ લેન્થ પર ફેંક્યો હતો. અહીં તિલકે મિડવિકેટ પર સિક્સર ફટકારી હતી. અમ્પાયરે આ બોલને નો બોલ જાહેર કર્યો હતો. ફ્રી હિટ પર તિલકે મોટો શોટ રમ્યો, પરંતુ તે પોઈન્ટ પર કેચ થઈ ગયો. જોકે ફ્રી હીટ હોવાના કારણે તે નોટઆઉટ રહ્યો હતો. આ ઓવરમાં 16 રન આવ્યા હતા. 5. રમણદીપે ડેબ્યૂ બોલ પર સિક્સર ફટકારી રમણદીપ સિંહે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મેચ રમી રહેલા પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. તેણે 18મી ઓવરના છેલ્લા બોલ પર લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. અહીં એન્ડીલે સિમેલેને ઓવરપીચ બોલ ફેંક્યો હતો. રમનદીપે 6 બોલમાં 1 ફોર અને 1 સિક્સ ફટકારીને 15 રન બનાવ્યા હતા. 6. તિલકે પોતાની સદી ચોગ્ગા સાથે પૂરી કરી તિલક વર્માએ 19મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. લુથો સિપામાલાએ તિલકને ફુલ લેન્થ બોલ ફેંક્યો, જેણે મિડ-ઓફ પર ચોગ્ગો ફટકાર્યો. તિલકે 107 રનની ઇનિંગ રમી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ સદી હતી. 7. જંતુઓના કારણે રમત બંધ થઈ ગઈ 220 રનના ટાર્ગેટને ચેઝ કરવા માટે સાઉથ આફ્રિકાએ એક ઓવર બેટિંગ કરી હતી. જે બાદ સ્ટેડિયમમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે રમત રોકવી પડી હતી. અમ્પાયરોને લાગ્યું કે જંતુઓએ બેટર્સને મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. જેના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. અડધા કલાક બાદ રમત ફરી શરૂ થઈ હતી. 8. અક્ષરે રિકલ્ટનનો કેચ છોડ્યો રેયાન રિકલ્ટનને બીજી ઓવરમાં લાઇફ લાઇન મળી. અક્ષર પટેલે મિડ-ઓફ પોઝિશન પર તેનો કેચ છોડ્યો હતો. આ પછી રિકલ્ટને સિક્સર ફટકારી હતી, પરંતુ તે બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. તેને અર્શદીપ સિંહે બોલ્ડ કર્યો હતો. રિકલ્ટને 15 બોલમાં 20 રન બનાવ્યા હતા, તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. 9. ક્લાસેનની સિક્સરથી બોલ સ્ટેડિયમની બહાર આફ્રિકન ઈનિંગમાં વરુણ ચક્રવર્તીએ 14મી ઓવર ફેંકી હતી. હેનરિક ક્લાસેને આ ઓવરમાં સિક્સરની હેટ્રિક ફટકારી હતી. અહીં ઓવરના બીજા બોલ પર ક્લાસેનનો સિક્સર સ્ટેડિયમની બહાર ગઈ હતી. તેણે ડીપ મિડ વિકેટ પર શોર્ટ ઓફ લેન્થ બોલ પર સિક્સર ફટકારી હતી. ક્લાસેનની આ સિક્સ 109 મીટર દૂર ગયો હતો. 10. સૂર્યાએ ક્લાસેનનો કેચ છોડ્યો 14મી ઓવરમાં હેટ્રિક સિક્સર ફટકાર્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ચોથા બોલ પર ક્લાસેનને લાઇફ લાઇન આપી હતી. અહીં, ઓફ સાઈડ પર, ક્લાસેને શોર્ટ ઓફ લેન્થ બોલને કવર તરફ માર્યો, અહીં ઉભેલા સૂર્યકુમારે એક સરળ કેચ છોડ્યો. આ સમયે ક્લાસેન 29 રન પર બેટિંગ કરી રહ્યો હતો. 11. અક્ષરનો શાનદાર કેચ અક્ષર પટેલે 16મી ઓવરના પાંચમા બોલ પર ડેવિડ મિલરનો શાનદાર કેચ લીધો હતો. અહીં મિલરે હાર્દિક પંડ્યાના બોલ પર પુલ શોટ રમ્યો હતો. મિડવિકેટ પર ઉભેલા અક્ષરે હવામાં કૂદકો મારતા એક શાનદાર કેચ લીધો હતો. મિલર 18 રન બનાવીને આઉટ થયો હતો. 12. યાન્સનના છગ્ગા પર તિલક વર્મા ઈજાગ્રસ્ત માર્કો યાન્સને આફ્રિકાને મેચમાં રાખ્યું હતું. તેણે અર્શદીપના બોલ પર સિક્સર ફટકારીને માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. અહીં, યાન્સેને મેચની છેલ્લી ઓવરમાં કવર શોટ રમ્યો હતો. તિલકે હવામાં કૂદીને તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું માથું જમીન પર અથડાયું. બાદમાં ફિઝિયોએ તેની તપાસ કરી હતી. ભારત-સાઉથ આફ્રિકા મેચને લગતા સમાચાર વાંચો… 219 રન બનાવ્યા પછી પણ ભારતે જીવ અધ્ધર કરાવી દીધો: ટીમ ઈન્ડિયા 11 રને માંડ-માંડ જીતી, સેન્ચુરિયનમાં તિલક વર્માની સેન્ચુરી; યાન્સેનની લડાયક ફિફ્ટી ભારતે ત્રીજી T20માં સાઉથ આફ્રિકાને 11 રને હરાવ્યું હતું. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 107 રન અને અભિષેક શર્માએ 50 રન બનાવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…​​​​​​​

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments