પીઢ એક્ટ્રેસ અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન છેલ્લે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યાં હતાં.
આ ફિલ્મમાં તેમણે પહેલીવાર નેગેટિવ પાત્ર ભજવ્યું હતું અને તેમના અભિનયની ચારેબાજુ ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.
હવે જયાની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ ‘દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ’ રાખવામાં આવ્યું છે. બોલિવૂડની પીઢ અભિનેત્રી જયા બચ્ચન, અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને વામિકા ગબ્બીની આ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના સેટ પરથી એક તસવીર પણ સામે આવી છે. સિદ્ધાંત, વામિકા અને જયા બચ્ચન, ત્રણેય તસવીરમાં દેખાય છે. જે તસવીર સામે આવી છે, તેમાં દરેક લોકો ખૂબ જ ખુશ અને હસતા જોવા મળી રહ્યા છે. આ તસવીર જોઈને ચાહકો ફિલ્મ માટે ઉત્સાહિત છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ જયા બચ્ચનની તસવીર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ કહે છે કે તેઓ માની શકતા નથી કે જયા બચ્ચન હસી રહી છે. જયા બચ્ચનની નવી ફિલ્મનું પોસ્ટર
ગુરુવારે, ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનું સત્તાવાર પોસ્ટર શેર કર્યું. આ તસવીરમાં જયા બચ્ચન હાથમાં માઈક લઈને હસતી જોવા મળી રહી છે. પોસ્ટર જોઈને એવું લાગે છે કે જાણે બધા કલાકારો કોઈ રોક બેન્ડનો ભાગ હોય. આ તસવીરમાં જયા બચ્ચન સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને વામિકા ગબ્બી પણ જોવા મળે છે. ‘દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ’ 2025માં રિલીઝ થઈ શકે છે
આ તસવીર શેર કરતાં ટિપ્સફિલ્મસઓફિશિયલ એ કેપ્શન લખ્યું- “અનલોકિંગ લવ એન્ડ લાફ્ટર, દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ, 2025માં રિલીઝ થશે. શું તમે ચાવી ફેરવવા માટે તૈયાર છો?” જયા બચ્ચની તસવીર જોઈને લોકો શા માટે આશ્ચર્યચકિત થયા?
આ તસવીર જોઈને ફેન્સ આગામી ફિલ્મને લઈને ઉત્સાહિત જણાય છે. એક યુઝરે લખ્યું કે- જયાજી તસવીરમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે,- જયા બચ્ચન હસી રહી છે તે જોવા માટે મેં બે વાર તસવીર જોઈ. ત્રીજા યુઝરે લખ્યું કે આ જયા બચ્ચન ન હોઈ શકે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે તે વિશ્વાસ નથી કરી શકતો કે જયાજી હસી રહ્યા છે. જયા બચ્ચનનાં વખાણ કરતાં એક યુઝરે લખ્યું કે તેમનું સ્મિત કેટલું સુંદર છે.