back to top
Homeદુનિયાટ્રમ્પની ટીમનાં ‘દસ યોદ્ધા’:ભારતીય મૂળના બેના માથે મહત્ત્વની જવાબદારી, ટીવી ‘હોસ્ટ’ બનશે...

ટ્રમ્પની ટીમનાં ‘દસ યોદ્ધા’:ભારતીય મૂળના બેના માથે મહત્ત્વની જવાબદારી, ટીવી ‘હોસ્ટ’ બનશે રક્ષામંત્રી; પાલતૂ કૂતરાને ગોળી મારનાર ગેરકાયદેસર ઈમિગ્રેન્ટ્સ પર રાખશે ચાંપતી નજર

ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં શપથ લેવા જઈ રહ્યા છે. તેમના નવા કાર્યકાળમાં તેમની ટીમમાં કોણ-કોણ હશે તેનું એલાન પણ તેમણે કરી દીધું છે. તેમની આ નવી ટીમમાં અનેક નવા ચહેરાને જગ્યા આપવામાં આવી છે જ્યારે અનેક જૂના સાથીઓને પણ તેમણે સાથે રાખ્યા છે. આ લિસ્ટમાં ઈલોન મસ્કનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નવા કાર્યકાળમાં ઈલોન મસ્ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને વિશેષ જવાબદારીઓ આપવાનો નિર્ણય કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નવી ટીમની જાહેરાત કરીને વિશ્વના તમામ દેશોને મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમની ટીમમાં ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામી જેવા દિગ્ગજોના પ્રવેશ સાથે, તેમની ભાવિ નીતિઓની રૂપરેખા ઉભરી રહી છે. ઈલોન મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસન્સીની જવાબદારી સોંપવામાં આવી ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક ઈલોન મસ્કને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. ઈલોન મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસન્સીની જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસને વિવેક રામાસ્વામીને પણ આ જ જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું કે મારું લક્ષ્ય 7 ટ્રિલિયન ટોલરના બજેટમાંથી બે ટ્રિલિયન ડૉલર ઘટાડવાનું છે. જોકે, મસ્ક આ કેવી રીતે કરશે તે હજુ સ્પષ્ટ નથી. બીજી તરફ, મસ્ક સામે એ પણ પડકાર હશે કે તે નીતિઓનું ગઠન કેવી રીતે નક્કી કરશે. કેમ કે, મસ્ક પોતે ટેસ્લા, સ્પેસએક્સ અને સ્ટારલિંક જેવી કંપનીઓના માલિક છે. તમને જણાવી દઈએ કે મસ્ક અને વિવેક રામાસ્વામીને વિશેષ જવાબદારી આપવાનો ઉદ્દેશ્ય સરકારી નોકરશાહીને ખતમ કરવાનો, વધારાના નિયમો અને નકામા ખર્ચમાં ઘટાડો તેમજ ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનો છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે આ વિઝનને ‘મેનહટન પ્રોજેક્ટ’ ગણાવ્યું છે. તેમણે DOGEના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે 4 જુલાઈ, 2026ની સમયમર્યાદા પણ નક્કી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં કોને કઈ જવાબદારી મળી? માર્કો રૂબિયો સંભાળશે રાજ્ય સચિવનું કામ રિડાના સેનેટર માર્કો રૂબિયોને ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી સરકારમાં અમેરિકાના ટોચના રાજદ્વારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તેમનું કાર્ય મુખ્યત્વે ચીન સાથે અમેરિકાના સત્તા સંઘર્ષને વધુ તીવ્ર બનાવવાનું રહેશે. પોતાની જવાબદારીઓ અંગે રૂબિયોએ કહ્યું છે કે તેઓ જાણે છે કે ચીન માત્ર વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનવા માંગતું નથી પરંતુ સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપવા માગે છે. રૂબિયોને ઈઝરાયલના બેસ્ટ ફ્રેન્ડ માનવામાં આવે છે. તે જ સમયે, તેઓ લાંબા સમયથી રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકાર રહ્યા છે. પીટ હેગસેથ રક્ષા સચિવ હશે ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક એવા નિર્ણયો લીધા છે જે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરે છે. તેમનો આવો જ એક નિર્ણય ફોક્સ ન્યૂઝના એન્કર પીટ હેગસેથને તેમની ટીમમાં સામેલ કરવાનો અને તેમને વિશ્વની સૌથી શક્તિશાળી સેનાનું નેતૃત્વ કરવાની તક આપવાનો છે. જો આપણે હેગસેથ વિશે વાત કરીએ તો, 2014માં ફોક્સ ન્યૂઝ સાથે જોડાયા પછી, તેમણે ફોક્સ એન્ડ ફ્રેન્ડ્સ વીકએન્ડ અને ફોક્સ નેશન પર હોસ્ટ તરીકે કામ કર્યું છે. પેન્ટાગોન આશરે 2.9 મિલિયન લોકોને રોજગારી આપે છે અને તેનું બજેટ લગભગ $750 બિલિયન છે. માઈક વોલ્ટ્ઝ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનશે કોંગ્રેસના સભ્ય અને ભૂતપૂર્વ વિશેષ દળના અધિકારી માઈક વોલ્ટ્ઝને ટ્રમ્પે તેમના વિદેશ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. આ પોસ્ટ વ્હાઇટ હાઉસની ટોચની પોસ્ટ છે. વોલ્ટ્ઝ ચીનને “અસ્તિત્વગત” જોખમ તરીકે જુએ છે અને રશિયાની ટીકા કરે છે. સાથે જ તે યુક્રેન માટે પોતાનું સમર્થન ઘટાડવાના પણ પક્ષમાં છે. જ્હોન રેટક્લિફ CIA ના ડિરેક્ટર તરીકે નિયુક્ત ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના છેલ્લા દિવસોમાં નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા રેટક્લિફને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ટ્રમ્પના નજીકના સહયોગી છે અને આ પહેલા તેમના મહાભિયોગ દરમિયાન તેમનો બચાવ કર્યો હતો. જો કે, તેમને સીઆઈએમાં સંસ્થાકીય વ્યક્તિ અને પ્રમાણમાં સુરક્ષિત હાથ તરીકે જોવામાં આવે છે. તુલસી ગબાર્ડ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર હશે હવાઈની ભૂતપૂર્વ કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે ડેમોક્રેટ્સમાંથી ટ્રમ્પની પુનઃ ચૂંટણીને સમર્થન આપ્યું હતું. તેઓ લાંબા સમયથી અલગતાવાદી વિદેશ નીતિના સમર્થક છે અને પુતિનના રશિયા જેવા યુએસ વિરોધીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટીમમાં નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે તે 18 ગુપ્તચર એજન્સીઓના સંકલનનું નેતૃત્વ કરશે. મેટ ગેટ્સ એટર્ની જનરલ બનાવાયા ડોનાલ્ડ ટ્રમ્પે મેટ ગેટ્સને મુખ્ય ન્યાયિક અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસમાં હતા ત્યારે ગેટ્સ ટ્રમ્પના મોટા સમર્થક માનવામાં આવે છે. ગેટ્સ પર સેક્સ ટ્રાફિકિંગના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. ન્યાય વિભાગે લાંબી તપાસ બાદ ગયા વર્ષે આ કેસમાં આરોપો લાવવાનો ઇનકાર કર્યો હતો. ક્રિસ્ટી નોઇમ – હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ટ્રમ્પના લાંબા સમયથી સાથી રહેલા સાઉથ ડાકોટાના ગવર્નર ક્રિસ્ટી નોઈમને ટ્રમ્પની નવી સરકારમાં ઈમિગ્રેશન નિયંત્રણ અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશનિકાલની જવાબદારી સોંપવામાં આવી છે. નોઈમે સ્વીકાર્યું હતું કે તેણે એક “અવિકસિત” પાળતુ કૂતરાને ગોળી મારી હતી અને તેને મુશ્કેલ નિર્ણય લેવાની પોતાની ક્ષમતા તરીકે રજુ કર્યું હતું. એલિસ સ્ટેફનિક સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર હશે ડોનાલ્ડ ટ્રમ્પે એલિસ સ્ટેફનિકને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. એલિસ સ્ટેફનિક ટ્રમ્પના મોટા સમર્થક તરીકે ઓળખવામાં આવે છે. એલિસ સ્ટેફનિકને ઇઝરાયલના કટ્ટર સમર્થક પણ માનવામાં આવે છે. પોતાને સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત બનાવ્યા બાદ એલિસ સ્ટેફનિકે કહ્યું, અમેરિકા ઈરાન પર મહત્તમ દબાણ લાવવાના અભિયાન સાથે તૈયાર છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું કે, છેલ્લા ઘણા સમયથી, બાઇડન-હેરિસ વહીવટીતંત્રની નબળાઈને કારણે અમારા દુશ્મનો વધુ હિંમતવાન બન્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાપસી સાથે સત્તા સાથે શાંતિ પ્રાપ્ત કરવાનો યુગ શરૂ થયો છે. સત્તા સંભાળતા પહેલા જ એલિસે સ્પષ્ટ કરી દીધું છે કે ટ્રમ્પ સરકાર ભવિષ્યમાં ઈરાન અને ઈઝરાયલ જેવા દેશોને લઈને રણનીતિ સાથે આગળ વધવાની તૈયારી કરી રહી છે. માઇક હક્કાબી ઇઝરાયલમાં અમેરિકી રાજદૂત હશે ​​​​​​​ટ્રમ્પે માઇક હક્કાબીને ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત બનાવ્યા છે. તેમના સિલેક્શનને લઇને ટ્રમ્પે કહ્યું કે પૂર્વ અર્કાસસ ગવર્ન અને ઈસાઈ પાદરી સાથે રાજનૈતિજ્ઞ બનેલાં માઇક હક્કાબી ઇઝરાયલ અને ઇઝરાયલના લોકો સાથે પ્રેમ કરે છે અને તેવી જ રીતે ઇઝરાયલના લોકો પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નવી ટીમમાં લી જેલ્ડિનને પર્યાવરણ રક્ષા એજન્સી અને સુસી વાઇલ્સને વ્હાઇટ હાઉસમાં મુખ્ય કર્મચારી તરીકે પસંદ કર્યા છે. ત્યાં જ, વિત્ત સચિવની વાત કરવામાં આવે તો આ પદ માટે હજુ કોઈ નામની ઘોષણા કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો આ પોસ્ટ માટે અબજોપતિ હેજ ફંડ મેનેજર સ્કોટ બેસન્ટના નામની ચર્ચા થઈ રહી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કરવામાં આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments