વિસનગર તાલુકાના ભાન્ડુ ગામ નજીક હાઇવે રોડ પર સહયોગ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેસાણા ઉંઝા હાઇવે રોડ પર ભાન્ડુ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યાં અક્સ્માતમાં યુવાનનું મોત થતાં રોષે ભરાયેલ લોકોએ અન્ય વાહનોને સળગાવ્યા હતા. જેથી આ અંગેની જાણ પોલીસને થતાં વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જ્યાં અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતક યુવકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. કોન્ટ્રાકટરના બાઈક અને ટ્રેક્ટરને સળગાવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે રોડ પર માટી પુરાણનું કામ કરતા કોન્ટ્રાકટરના ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક 16 વર્ષીય ભાવેશ રબારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેથી રોષે ભરાયેલ લોકોએ કોન્ટ્રાકટરના બાઈક તેમજ ટ્રેક્ટરને સળગાવ્યા હતા તેમજ ગાડીને પણ નુકશાન કર્યું હતું. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ ખસેડાઈ
આ અંગેની જાણ વિસનગર તાલુકા પોલીસને થતાં પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો શાંત પાડી મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે મૃતક યુવકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.