ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસીડેન્સી માં 13મી નવેમ્બરના રોજ ત્રાટકી ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા.જેમાં એક મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં મળીને અંદાજીત દોઢથી બે લાખના મુદ્દામાલ સાથે બે બાઇકની પણ ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા.આ મામલે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી
ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતના હદમાં આવેલી રાધે રેસીડેન્સીમાં તસ્કરો 13 મી નવેમ્બરના રોજ રાત્રી 2:42 વાગ્યાના સમય ગાળામાં ત્રાટકી ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા.જેમાં સચિન ગોહિલ નામના વ્યક્તિના મકાનમાંથી પ્રવેશી ત્રિજોરી તોડી અંદર રહેલા સોના-ચાંદીના ઘરેણાં મળીને અંદાજીત દોઢથી બે લાખની મુદ્દામાલની ચોરી કરી હતી.જ્યારે સોસાયટીમાં બે મોટરસાયકલની પણ ઉઠાંતરી કરી ગયા હતા.જેમાં તસ્કરો સોસાયટીના એક મકાનમાં ઉપર લાગેલા સીસીટીવી કેમરામાં ચાર તસ્કરો કેદ થયા હતા.આ મામલે સી ડીવીઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.