‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુના પાત્ર માટે પ્રસિદ્ધ ઝીલ મહેતા પોતાની લાઈફમાં એક નવું ચેપ્ટર શરુ કરી રહી છે. ઝિલ મહેતાએ એક્ટિંગ છોડીને તેણે પોતાનો બિઝનેસ ચલાવવાનું શરૂ કર્યું. હવે ઝિલ મહેતા લગ્ન કરવા જઈ રહી છે. ઘરે લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેનો વીડિયો ઝીલ મહેતાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ‘ઈટાઈમ્સ’ના અહેવાલ મુજબ, ઝિલ મહેતા તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, હવે આખરે 28 ડિસેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે તે મંગેતર આદિત્ય દુબે સાથે લગ્નગ્રંથીથી જોડાશે. લગ્ન વિશે ઝિલ મહેતાએ આ વાત કહી
ઝિલ મહેતાએ જણાવ્યું કે તેમના લગ્ન પરંપરાગત શૈલીમાં થશે, જેમાં ટ્રેડિશનલ અને મોર્ડન ટચ હશે. તેણે લગ્નને તેના જીવનનું સૌથી મોટું સાહસ ગણાવ્યું.અને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ પણ લગ્નમાં હાજરી આપશે, તો ઝિલ મહેતાએ કહ્યું, ‘મારા લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે. ‘તારક મહેતા…’ની ટીમ રિસેપ્શનમાં આવશે. લગ્નની તૈયારી, ડાન્સની પ્રેક્ટિસ
ઝિલ મહેતાએ જાન્યુઆરી 2024માં બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે સગાઈ કરી હતી. તેણે હાલમાં જ પોતાના ઘરનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેણે લગ્નની તૈયારીઓની ઝલક દેખાડી હતી. ઝિલ મહેતા અને આદિત્ય પણ તેમના લગ્ન માટે ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઝિલ મહેતાએ તેની બેચલરેટ પાર્ટી ક્યાં કરી હતી?
ઝીલે ગોવામાં તેના મિત્રો સાથે બેચલરેટ પાર્ટી કરી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પાર્ટીની તસવીરો શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે,- છોકરીઓને માત્ર મજા જોઈએ છે. ફ્લોરલ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે ‘બ્રાઇડ ટુ બી’નો શોલ્ડર સ્ટ્રેપ પણ લગાવેલો છે. ઘૂંટણિયે બેસીને આદિત્યએ પ્રપોઝ કર્યું
ઝીલે જણાવ્યું હતું કે, ‘થોડા મહિના પહેલાં આદિત્ય મને પ્રપોઝ કરીને સરપ્રાઈઝ આપવા માગતો હતો. પરંતુ હું આ વિશે પહેલાંથી જાણતી હતી. તેથી જ મેં પહેલેથી જ તૈયારી કરી લીધી હતી (હસે છે) પછી તે ડ્રેસ હોય કે નેલ આર્ટ, બધું જ પરફેક્ટ હતું. ખરેખર, હું તેમને ખૂબ સારી રીતે સમજું છું. તે ઈચ્છે તો પણ મારાથી કંઈ છુપાવી શકતો નથી. આદિત્યએ પ્રપોઝ કર્યું તે દિવસ ખૂબ જ ખાસ હતો. આદિત્યએ 3-4 રોમેન્ટિક ગીતો પર પરફોર્મ કર્યું હતું. એક ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. કપાળ પર કિસ કરી હતી. આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.’ હું ગુજરાતી છું તો આદિત્ય નોર્થ ઇન્ડિયન બ્રાહ્મણ – ઝીલ મહેતા
વધુમાં કહ્યું કે, ‘અમારા પરિવારો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. હા, પરિવારના સભ્યોમાં શરૂઆતમાં થોડો ખચકાટ હતો. ખરેખર, હું ગુજરાતી બેકગ્રાઉન્ડની છું. આદિત્ય ઉત્તર ભારતીય બ્રાહ્મણ પરિવારમાંથી છે. શરૂઆતમાં મારા માતા-પિતા ઈચ્છતા હતા કે હું અમારા જ સમુદાયમાં લગ્ન કરું. પરંતુ, જ્યારે મેં તેમને મારી પસંદગી જણાવી, ત્યારે તેઓ તરત જ સંમત થઈ ગયા હતા. હવે આદિત્ય તેમના પુત્રથી ઓછો નથી. બંને પરિવારો ખૂબ જ ખુશ છે.’ ઝિલ મહેતાના ભાવિ પતિ આદિત્ય દુબે શું કરે છે?
આદિત્ય દુબે 3D કલાકાર છે અને ઈ-સ્પોર્ટ્સમાં છે. આદિત્ય ગેમિંગ સ્ટુડિયોના બિઝનેસમાં પણ છે. ઝિલ હવે એક સફળ બિઝનેસ વુમન બની ગઈ છે
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો ઝીલે ધોરણ 10 બાદ મેં બે વર્ષ માટે કોમર્સનો કોર્સ કર્યો. પછી બીબીએ (બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ની ડિગ્રી મેળવી. પછી ફાયનાન્સમાં ઓનર્સ કર્યું. કૉલેજ દરમિયાન ઘણા સ્ટાર્ટઅપ બિઝનેસનો હિસ્સો બની હતી. ‘તારક મહેતા…’ શોમાં લગભગ 5 વર્ષ વિતાવ્યા છે. આખું બાળપણ શોના સેટ પર વીત્યું. જોકે, મારા પ્રોફેશનલ ગ્રોથ માટે આ શો અધવચ્ચે જ છોડવો પડ્યો હતો અને ત્યારબાદ મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. આજે ઝીલ પાસે ‘સેફ સ્ટુડન્ટ હાઉસિંગ’ નામનો બિઝનેસ છે. આમાં મુંબઈ આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે મદદ કરે છે. બિઝનેસ વુમન બનવાનું સપનું સાકાર થતું જોઈને ઘણો સંતોષ છે.