બોલિવૂડનું હોટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે આજે એટલે કે 14 નવેમ્બરે લગ્નના 6 વર્ષ પૂરા કર્યા છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2018માં લગ્ન કર્યા હતા. જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ લાઈમલાઈટ મેળવી હતી. તાજેતરમાં, દંપતીએ લગ્નના 6 વર્ષ પછી તેમના પ્રથમ બાળક દુઆ પાદુકોણ સિંહનું સ્વાગત કર્યું અને આજે બંને તેમની છઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર સેલેબ્સની સાથે બંને સ્ટાર્સના ફેન્સ પણ તેમને લગ્નના 6 વર્ષ પૂર્ણ કરવા પર અભિનંદન આપી રહ્યા છે. રણવીરે ખાસ અંદાજમાં એનિવર્સરીની શુભેચ્છા પાઠવી
રણવીર સિંહે પણ પોતાની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણને લગ્નના 6 વર્ષ પૂર્ણ થવા પર ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. જેણે ચાહકોના દિલ જીતી લીધા હતા. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ખાસ પળોના ફોટો-વિડિયોનો કોલાજ શેર કર્યો છે, આ સાથે રણવીરે કેપ્શનમાં દીપિકા માટે ખૂબ જ સુંદર મેસેજ પણ શેર કરતા લખ્યું- રણવીરે કેપ્શનમાં લખ્યું, ‘દરેક દિવસ પત્નીના વખાણ કરવાનો દિવસ છે, પરંતુ આજનો દિવસ ખાસ છે. અહીં જુઓ રણવીરે શેર કરેલી દીપિકાની અનસીન તસવીરો લવ સ્ટોરી 2013માં શરૂ થઈ હતી
કપલે 2013માં ‘રામ લીલા’ના સેટ પર તેમના સંબંધોની શરૂઆત કરી હતી અને 2018માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. તેમણે બેંગલુરુ, મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય લગ્ન સમારોહ યોજ્યો હતો. બંનેએ આ વર્ષની શરૂઆતમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, દીપિકા માટે છેલ્લા કેટલાક વર્ષો ખૂબ જ વ્યસ્ત રહ્યા છે. તેણે ‘પઠાણ’, ‘જવાન’, ‘ફાઈટર’, ‘કલ્કી 2898 AD’ અને ‘સિંઘમ અગેઈન’ જેવી ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. રણવીર સિંહ હાલમાં આદિત્ય ધરની આગામી જાસૂસી થ્રિલર ફિલ્મ પર કામ કરી રહ્યો છે. જેમાં સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના છે.