મુકેશ ખન્ના પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ઘણી વખત તે એવા નિવેદનો આપે છે જેના કારણે તેને ક્યારેક ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. હવે મુકેશે ટાઈગર શ્રોફ વિશે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે ટાઈગર શક્તિમાન બનવાને લાયક નથી. તેણે કહ્યું કે ટાઈગર શક્તિમાન બનશે તો બાળકો તેને કહેશે, બેસી જા. ટાઇગર વિશે શું કહ્યું?
વાસ્તવમાં, એબીપી એન્ટરટેઈનમેન્ટ લાઈવને આપેલા ઈન્ટરવ્યૂમાં મુકેશે કહ્યું કે અક્ષય કુમાર, શાહરુખ ખાન, સલમાન ખાન અને અજય દેવગન શક્તિમાન બની શકતા નથી કારણ કે તેમની એક ઈમેજ છે. રણવીર સિંહ પણ શક્તિમાન બની શકતો નથી કારણ કે તેની પાસે પણ કોઈ ઇમેજ નથી. પરંતુ ટાઈગર વિશે તેમણે કહ્યું કે, ‘માફ કરજો, પરંતુ જો ટાઈગર કોઈ બાળકને ટોઈલેટ ફ્લશ કરવાનું કહે તો બાળક તેને કહેશે તું બેસી જા.’ ટાઇગરને બાળક ગણાવ્યો
મુકેશે આગળ કહ્યું, ‘તે બાળકોની સામે હજી બાળક છે, આ તેની છબી છે. તેનામાં એવું કંઈ નથી જે તેને શક્તિમાન બનાવે. શક્તિમાન ખૂબ જ બુદ્ધિશાળી છે અને ગંભીર રહે છે. તેની પાસે આયર્ન મેન જેવો કોઈ પોશાક નથી. તેમનો પોશાક 5 તત્ત્વો થી બનેલો છે. અગાઉ રણવીર પર કરી હતી ટિપ્પણી
થોડા દિવસો પહેલા મુકેશે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રણવીર શક્તિમાનની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ ઉત્સુક છે, પરંતુ જ્યાં સુધી તે પોતે હા ન કહે ત્યાં સુધી તે પાત્ર કોઈ કરી શકે નહીં.’ નોંધનીય છે કે, વર્ષ 2022માં સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલે ફિલ્મ શક્તિમાનની જાહેરાત કરી હતી. જ્યારથી આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી મુકેશ તેના વિશઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે.