back to top
Homeબિઝનેસરિપોર્ટ:દેશનો કામદાર વર્ગ 2028 સુધી વધીને 45 કરોડને આંબશે

રિપોર્ટ:દેશનો કામદાર વર્ગ 2028 સુધી વધીને 45 કરોડને આંબશે

ભારત તેના કામદાર વર્ગ વર્ષ 2023ના 42.3 કરોડથી વધારીને વર્ષ 2028 સુધીમાં 45.7 કરોડ કરવાના ટ્રેક પર છે, જેમાં 3 કરોડ 33 લાખ કર્મચારીઓનો વધારો જોવા મળશે. અમેરિકન સૉફ્ટવેર કંપની સર્વિસનાઉ અનુસાર ઉભરતી ટેક્નોલોજીને કારણે દેશમાં ગ્રોથની સંભાવના ધરાવતા સેક્ટર્સમાં વર્ષ 2028 સુધીમાં 27 લાખ નવી રોજગારીનું સર્જન થશે. રિપોર્ટ અનુસાર માંગમાં વૃદ્ધિને પગલે રિટેલ પ્રોફેશનલ્સને સૉફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ અને ડેટા એન્જિનિયરિંગ જેવા સેગમેન્ટમાં તેમની સ્કિલને વધારવા માટેની મૂલ્યવાન તક મળશે. ત્યારબાદ આ યાદીમાં મેન્યુફેક્ચરિંગ (1.50 મિલિયન), શિક્ષણ (0.84 મિલિયન) અને હેલ્થકેર રોજગારીનું સર્જન થશે. જેનું કારણ અર્થતંત્રમાં વૃદ્ધિ અને ટેકમાં પરિવર્તન છે. સર્વિસનાઉ ઇન્ડિયા ટેક્નોલોજી અને બિઝનેસ સેન્ટરના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને એમડી સુમીત માથુરે જણાવ્યું હતું કે જે સેગમેન્ટમાં એડવાન્સ ટેક્નિકલ સ્કિલ્સની જરૂરિયાત હોય તેવા દેશના ગ્રોથ એન્જિનમાં રોજગારીનું સર્જન કરવામાં AI મુખ્ય ચાલકબળ બની રહેશે. આ વ્યૂહાત્મક ફોકસથી માત્ર પ્રોફેશનલ્સ માટે ઉચ્ચ મૂલ્ય ધરાવતી તકોનું સર્જન જ નહીં થાય પરંતુ સાથે જ એક મજબૂત ડિજિટલ કારકિર્દીનું નિર્માણ કરવામાં પણ તે મદદરૂપ બની રહેશે. દેશના ટેલેન્ટને આ જરૂરી સ્કિલ્સ સાથે સજ્જ કરવાથી ગ્લોબલ ટેક ઇકોનોમીમાં ભારત લીડર બની રહેશે તે સુનિશ્ચિત કરી શકાય છે. એઆઇ ટેક્નોલોજીની પણ અસરને પગલે એઆઇ સિસ્ટમ એન્જિનિયર્સને પણ નોંધપાત્ર રીતે જેન એઆઇથી ફાયદો થશે. AIથી સપ્તાહમાં 1.9 કલાકની બચત કરી શકશે ઉદ્યોગકારો
જનરેટિવ એઆઇના ઇન્ટિગ્રેશનથી ઇમ્પીમેન્ટેશન કન્સલટન્ટ્સ દર સપ્તાહે 1.9 કલાકની બચત કરી શકશે. જેમાં AI કેટલાક વારંવાર કરવામાં આવતા કામોની કમાન સંભાળશે, જેને કારણે તેઓ વધુ વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ પર ફોકસ કરી શકશે. તે ઉપરાંત પ્લેટફોર્મ ઓનર્સ પણ દર સપ્તાહે કેટલીક કલાકોને બચાવી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments