સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19મી નવેમ્બરથી બેચલર અને માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં 126 કેન્દ્રો પરથી 47,280 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે, દર વખતની જેમ આ વખતે પણ પરીક્ષાના લાઈવ સીસીટીવી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવામાં નહીં આવે. જે માટે નવું સર્વર ન લેવાયું હોવાનુ બહાનું પરીક્ષા વિભાગના OSD નિલેશ સોની દ્વારા આગળ ધરવામાં આવ્યું છે. પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ જે તે વખતે ચાર્જ લીધો, ત્યારે પરીક્ષામાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે સીસીટીવી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર ઓનલાઈન મૂકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જાહેર જનતા યુનિવર્સિટીની પરીક્ષા કઈ રીતે લેવાય છે તે વેબસાઈટ ઉપર આપેલી લિંકથી જોઇ શકતી હતી. જોકે, આ વખતની પરીક્ષામાં એક્ઝામના સીસીટીવી વેબસાઈટ ઉપર ન મુકવાનો નિર્ણય લેવાયું છે અને તે માટે નવા સર્વરનું હજુ સુધી ટેન્ડર ન થયાનું જણાવ્યું છે. પરંતુ હકીકતમાં પરીક્ષાના ઓનલાઈન સીસીટીવી પાછલા બારણે બંધ કરવાની પેરવી ચાલી રહ્યાનું સામે આવ્યું છે. BA-B.comમાં સૌથી વધુ વિદ્યાર્થી
બી.એ. અને બી.કોમ.માં સૌથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 19મી નવેમ્બરથી સ્નાતકના સેમ. 3 અને અનુસ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 5ની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં 47,280 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં બી.એ. અને બી.કોમ.માં સૌથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બી.એ. સેમ. 5 રેગ્યુલરમાં અભ્યાસ કરતા 11,975 અને એક્સટર્નલમાં ભણતા 2275 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. જ્યારે બી.કોમ. સેમ 5 રેગ્યુલરમાં 12,080 તો એક્સટર્નલમાં અભ્યાસ કરતા 445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ બી.એચ.ટી.એમ.માં છે. જેમાં સેમેસ્ટર 5માં 11 જ્યારે સેમેસ્ટર 7માં 17 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 126 કેન્દ્રમાં 19મી નવેમ્બરથી પરીક્ષા લેવાશે
પરીક્ષા વિભાગના OSD નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, 19મી નવેમ્બરથી શરૂ થતી પરીક્ષા 126 કેન્દ્ર પરથી લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતી ન કરે તે માટે સીસીટીવી તો છે જ, પરંતુ આ સાથે જ ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરવામાં આવશે, જેથી પરીક્ષા દરમિયાન અંદાજે 86 ઓબ્ઝર્વર ફરજ બજાવશે. જોકે, યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર લાઈવ સીસીટીવી માટે નવું સર્વર વસાવવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હોવાથી આ પરીક્ષામાં સીસીટીવી વેબસાઈટ ઉપર મૂકવામાં નહીં આવે તેવો નિર્ણય જાહેર કર્યો છે. સૌથી વધુ બી.એ.માં 14,250 તો બી.કોમ.માં 12,525 પરીક્ષાર્થી