આજે એટલે કે 14 નવેમ્બરે સેન્સેક્સ 110 પોઈન્ટના ઘટાડા સાથે 77,580 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 26 પોઈન્ટ ઘટીને 23,532ના સ્તરે બંધ રહ્યો હતો. તેમજ, BSE સ્મોલકેપ 429 પોઈન્ટ વધીને 52,381 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 ઘટ્યા અને 13માં તેજી રહી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 29 ઘટ્યા અને 21માં તેજી રહી હતી. NSE સેક્ટોરલ ઇન્ડેક્સના FMCG સેક્ટરમાં સૌથી વધુ 1.53%નો ઘટાડો થયો છે. જ્યારે મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 2.26%ની તેજી જોવા મળી હતી. એશિયન બજારો માટે મિશ્ર કારોબાર આજે જિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ માટે બિડિંગનો બીજો દિવસ જિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સના IPO માટે બિડિંગનો આજે બીજો દિવસ છે. આ ઈસ્યુ પ્રથમ દિવસે કુલ 0.24 વખત સબસ્ક્રાઈબ થયો હતો. આ IPO રિટેલ કેટેગરીમાં 0.52 વખત, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 0.25 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 0.02 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 13મી નવેમ્બરે સેન્સેક્સ 984 પોઈન્ટ ઘટીને 77,690ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 324 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 23,559ના સ્તરે બંધ થયો હતો. BSE સ્મોલકેપ 1,651 પોઈન્ટ ઘટીને 51,952 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં ઉછાળો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 44માં ઘટાડો અને 6માં તેજી હતી. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.