back to top
Homeમનોરંજન'હું દર્દમાં છું...':સલમાનની EX ગર્લફ્રેન્ડ સોમી અલી પર હુમલો, પીડિતને બચાવવા માનવ...

‘હું દર્દમાં છું…’:સલમાનની EX ગર્લફ્રેન્ડ સોમી અલી પર હુમલો, પીડિતને બચાવવા માનવ તસ્કરો સામે લડી

બોલિવૂડ એક્ટ્રેસ રહી ચૂકી અને સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી ફરી એકવાર ચર્ચામાં છે. જો કે તેણે નવેમ્બરમાં ભારત આવવાની અને લોરેન્સ બિશ્નોઈને મળવાની વાત કરી હતી, પરંતુ હવે તેની સાથે મોટો અકસ્માત થયો છે. સોમી અલીએ કહ્યું છે કે માનવ તસ્કરીનો શિકાર બનેલી મહિલાને બચાવતી વખતે તેના પર હુમલો થયો અને તેને હાથમાં ફ્રેક્ચર અને ઘણી ઈજાઓ થઈ છે. પીડિતને બચાવતી વખતે થયો હુમલો
એક્ટ્રેસ અને સામાજિક કાર્યકર્તા સોમી અલીએ તાજેતરમાં એક મોટો દાવો કર્યો છે કે, માનવ તસ્કરીનો ભોગ બનેલી વ્યક્તિને બચાવવાના પ્રયાસમાં હુમલો થતાં તેણીને ઈજા થઈ હતી. તેણે જણાવ્યું કે તસ્કરોએ તેનો હાથ મરોડ્યો, જેના કારણે તેને ફ્રેક્ચર થયું. હું ખૂબ પીડામાં છું અને બેડ રેસ્ટ છું શું છે સમગ્ર મામલો?
તેણે વધુમાં કહ્યું કે તેને સાજા થવામાં છથી આઠ અઠવાડિયા લાગશે. ઘટના વિશે જણાવતાં સોમીએ કહ્યું, હું પોલીસ સાથે મળીને પીડિતોને બચાવવાનો પ્રયાસ કરું છું. જ્યાં સુધી તેઓ પીડિતાને ઘરની બહાર ન લઈ જાય ત્યાં સુધી મને મારી કારમાંથી બહાર નીકળવાની પણ પરમિશન નથી કારણ કે આ વખતે મારો અનુભવ તદ્દન અલગ હતો. અમે બધા તસ્કરોની રાહ જોઈ રહ્યા હતા પીડિતાને આ વિશે કોઈ જાણ નહોતી. સોમીએ વધુમાં કહ્યું કે, હું પીડિતને બચાવવા માટે મારી કારમાં બેઠી હતી, ત્યારે અચાનક તસ્કરો આવ્યા, તેમાંથી એકે મારો ડાબો હાથ પકડીને એવી રીતે મરોડ્યો કે હું પીડાથી ચીસો પાડવા લાગી. ભગવાનનો આભાર કે તેનાથી મને માત્ર હેરલાઇન ફ્રેક્ચર થયું છે, પરંતુ હું ખૂબ પીડામાં છું અને બેડ રેસ્ટ છું. હેલ્થ અપડેટ શેર કર્યું
હેલ્થ અપડેટ આપતાં સોમીએ કહ્યું, ડોક્ટરે કહ્યું છે કે મને સંપૂર્ણ સાજા થવામાં છથી આઠ અઠવાડિયાનો સમય લાગશે. ઈજાના કારણે મારા ડાબા કાંડામાં ખૂબ જ સોજો આવી ગયો છે. અઠવાડિયા સુધી આ રીતે પ્લાસ્ટર સાથે જીવવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments