અમરેલી જિલ્લામાંથી સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જિલ્લાના ખાંભા પંથકમાં 4 વર્ષની માસૂમ પર તેના સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી હતી અને કાકાએ હવસ સંતોષી હતી. એટલું જ નહીં આ સમગ્ર બનાવમાં ભત્રીજીની કાકીએ પણ વિરોધ કરવાના બદલે કાકાનો સાથ આપ્યો હતો. જોકે, પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સમાજને કલંકિત કરનાર ઘટના
ખાંભા પંથકમાં 3 વર્ષ અને 11 મહિના 7 દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે કાકા અને કાકીને ઝડપી અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાળકીના પિતા હિરા ઘસવા ગયા હતા. ત્યારે બાળકી ઘરે એકલી હતી. તે સમયે તેની એકલતાનો લાભ લઈ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી કાકા અને કાકી તેમના ઘરે લઈ ગયા હતા. જે બાદ રૂમ બંધ કરીને સમાજને કલંકિત કરનાર આ કળિયુગના કાકાએ પોતાની હવષ સંતોષી હતી. આટલું જ નહીં કાકીએ પણ વિરોધ કરવાના બદલે તેનો સાથ આપ્યો હતો. કાકીએ પગ પકડી રાખ્યાં હતા જ્યારે કાકાએ બાળકીને પીંખી નાખી હતી. બાળકીની કાકીએ મદદગારી કરી હતી. જેને પગલે પોલીસે બંને સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈ ધારી એ.એસ.પી.જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે. બન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વધુ કેટલાક પુરાવા એકત્ર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે. જુલાઈ મહિનામાં ઘટના બની હતી
ઉલ્લેખનીય છે કે, આ ઘટના જુલાઈ મહિનામાં બની હતી. જોકે, દુષ્કર્મની ઘટના બાદ આરોપી પરિવારનો જ સભ્ય હોવાને કારણે શરૂઆતમાં આવી ઘટના બની છે તેવું પરિવારના લોકો માનવા તૈયાર ન હતા. જે બાદ પરિવારની બદનામી ન થાય તે માટે પોલીસ સ્ટેશન આવ્યાં ન હતા, જેના કારણે ફરિયાદ મોડે મોડે નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે શું કહ્યું?
ASP જયવીર ગઢવીએ જણાવ્યું કે, તારીખ 13-11ના રોજ એક વ્યક્તિએ પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવી હતી કે, તેમની 3 વર્ષ 11 મહિનાની દિકરી સાથે તેમના જ સગા નાનાભાઈએ દુષ્ક્રમ આચર્યું છે. તેમજ તેમના નાનાભાઈની પત્નીએ મદદ કરી છે. વધુમાં જણાવ્યું કે, 6-7-2024ના રોજ તેઓ હિરા ઘસવા માટે બહાર ગયા હતા. ત્યારે ઘરે કોઈ હાજર ન હતા. તે દરમિયાન ભોગબનનારના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ ભોગબનનારને તેમના ઘરે લઈ ગયા હતા. રૂમનો દરવાજો બંધ કરીને તેની સાથે શારિરિક અડપલા કર્યા હતા. કાકાએ દુષ્ક્રમ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે અને પોસ્કો સહિત વિવિધ કલમો ઉમેરીને ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ બન્ને આરોપીની અટક કરવામાં આવી છે. પોલીસ તમામ એંગલના આધારે આગળ તપાસ કરી રહી છે.