ઊંઝા ગંજબજારમાં દૈનિક જીરાની તેર હજાર બોરીની આવક જોવા મળી રહી છે. જ્યારે ભાવમાં મણના સુપર ભાવ રૂ 4700થી 4800, બેસ્ટ રૂ 4600થી 4700 અને મીડિયમ ભાવ રૂ 4550થી 4600 અને એવરેજ ભાવ રૂ 4500થી 4600 સુધીનાં જોવા મળ્યા હતા. ઊંઝા ગંજબજારમાં દૈનિક વરિયાળીની 3000 બોરીની આવક જોવા મળી હતી. ભાવમાં મણના સુપર ગ્રીન 4500થી 5500, બેસ્ટ ગ્રીન 3500થી 4500 સુધીનાં જોવા મળે છે. જ્યારે ચાલુ ભાવ મણના 2000થી 2500 અને એક્સપર્ટ કવૉલિટી બેસ્ટ મણના રૂ 1500થી 2000 ચાલુ ભાવ રૂ 1150થી 1325 રહ્યા હતા. ઇસબગૂલ આવક 4000 બોરી છે. ભાવમાં મણે પેકેટના 2450થી 2550 વિદેશી ઈસબગુલના 2250થી 2450 છે. રાજસ્થાન ઇસબગૂલ મણના ભાવમાં રૂ 2500થી 2800 સુધીનાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તલ આવક 1000 બોરી છે. મણના રૂ 2650થી 2850 કિરાણા અને બેસ્ટ રૂ 2550થી 2650 અને ઍવરેજ ભાવ રૂ 2350થી 2450 સુધીનાં જોવા મળ્યા હતા. અજમો આવક 800 બોરી છે. ભાવમાં મણે રૂ સુપર 3000થી 3200 બેસ્ટ રૂ 2700થી 3000 એવરેજ ભાવ રૂ 2000થી 2300 અને ચાલુ ભાવ રૂ 1800થી 2000 સુધીનાં જોવા મળ્યા હતા.