આજે ગુજરાતમાં બે મોટા ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોનાં મોત થયાં છે. અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાતાં શામળાજીથી દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે તો એકનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક અકસ્માતની વાત કરીએ તો આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોનાં મોત થયાં હતાં. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતાં કારમાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શામળાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને કાળ ભેટ્યો
અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના પુલ પરથી લગભગ 35 ફૂટ નીચે કાર પટકાઈ હતી, જેથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો ને કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એકનું ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં એક મહિલા, બે પુરુષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. ટિંટોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકોને શામળાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા. બે માસૂમ બાળકો સહિત પાંચ લોકોના મોત
મોડાસા પાસે થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓ કપડવંજ તાલુકાના દંતાલી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. શામળાજી દર્શન કરી પરત ફરતાં મોડાસા પાસે કાર પુલ ઉપરથી નીચે ખાબકતાં બે માસૂમ બાળકો સહિત પાંચ લોકોના મોત નીપજ્યાં હતા. આ બનાવ મામલે ગામના અગ્રણી અને પૂર્વ મહિલા સરપંચના પતિ હરેન્દ્રભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, માહિતી સાચી છે અમારા ગામના આગેવાનો હાલ બનાવ સ્થળે જવા રવાના થયા છે. શામળાજીથી પરત આવતા આ અકસ્માત સર્જાયો હોવાનું તેમણે જણાવ્યું છે. અંકલેશ્વર-સુરતને હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3નાં મોત
અન્ય એક અકસ્માતની વાત કરીએ તો આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોનાં મોત થયાં હતાં. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતાં તેને સારવાર અર્થે ખસેડાઈ હતી, જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. પૂરઝડપે જઈ રહેલી કાર વૃક્ષ સાથે ભટકાઈ
ભાવનગરના 3 યુવાન કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા એ દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાંની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મૃતકનાં નામ
1. મહાવીર પ્રદીપભાઈ અગ્રવાલ (ઉં. 20, અર્બન સોસાયટી, ભરતનગર ભાવનગર)
2. મિતેશ ચાવડા (ઉં. 20, ભરતનગર, ભાવનગર)
3. ચેતન ભરત ભટ્ટી (ઉં. 26, સ્ટેશન ચોક ભાવનગર) કારમાં સવાર ત્રણેયનાં મોત
કારમાં સવાર 3નાં મોત નીપજ્યાં છે અને આ ત્રણેય યુવાનો 22-25 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા નીકળ્યો છે. 3 પૈકી 1 યુવાનની સગાઈ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. અમદાવાદ-ઉદયપુર હાઇવે પર થયેલા અક્સમાતની તસવીરો…