back to top
Homeગુજરાતગુજરાતવાસીઓને ગુલાબી ઠંડી માટે રાહ જોવી પડશે:આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેશે;...

ગુજરાતવાસીઓને ગુલાબી ઠંડી માટે રાહ જોવી પડશે:આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેશે; એક સપ્તાહ બાદ ફરી તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી વિવિધ જિલ્લાઓમાં શિયાળાની અસર વર્તાઈ રહી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન સતત ઘટતું ગયું હતું, પરંતુ હવામાન વિભાગની આજની આગાહી અનુસાર આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે કારણ કે અત્યાર સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વીય દિશામાંથી ગુજરાત ઉપર પવનો આવી રહ્યા હતા. જેથી જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતવાસીઓને ઠંડકના સ્વરૂપમાં વર્તાઈ રહી હતી, પરંતુ હવે પવનની દિશા ફંટાઈને પૂર્વ અને દક્ષિણ પૂર્વીય તરફથી થઈ છે જેથી આગામી ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ નહિવત છે અને ત્યાર બાદ વધુ એક વેસ્ટન ડીસ્ટર્બન્સની અસર ગુજરાત ઉપર રહેતા તાપમાનના ઘટાડામાં મોટા ફેરફાર આવવાની શક્યતાઓ હાલ પૂરતી ખૂબ જ ઓછી છે. એક સપ્તાહ બાદ ફરી એક વખત તાપમાનનો પારો ગગડે તેવી શક્યતાઓ છે. ઠંડીનો અહેસાસ થોડા ઓછા પ્રમાણમાં થવાની શક્યતા
અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મોડી રાત્રે અને વહેલી સવારે શિયાળાની અસર વર્તે રહી હતી કારણ કે લઘુત્તમ તાપમાન સતત ઘટતું જવાથી શિયાળાની અસર વટાવવાને કારણે ઠંડક પ્રસરી હતી, પરંતુ હવે ફરી એક વખત અમદાવાદ શહેર ગુજરાતવાસીઓને વધુ ઠંડી માટે વિલંબ કરવો પડશે. કારણ કે એક તરફ પવનની દિશા ફંડાઈ છે ત્યાં બીજી તરફ વેસ્ટન ડીસ્ટેબલ્સની અસર પણ ગુજરાત ઉપર રહેવાથી તાપમાન ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. સામાન્ય રીતે વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે વાતાવરણની ગરમી જકડાઈ રહે છે તેથી સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા નથી અને તેની ગરમી પરત જતી નથી. તેથી નીચલા સ્તરમાં તાપમાન જળવાઈ રહેવાથી ઠંડીનો અહેસાસ થોડા ઓછા પ્રમાણમાં થવાની શક્યતા છે. અમદાવાદનું 34.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લો 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડો જિલ્લો થયો હતો. જ્યારે જ્યારે ઓખા બંદર ઉપર 25.6 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 34.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. તથા સામાન્ય કરતાં 2.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 19.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગામી 24 કલાકની આગાહી મુજબ પણ આજે રાત્રે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી સેલ્સિયસથી વધીને 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments