back to top
Homeમનોરંજનગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી 'ધ સાબરમતી રિપોર્ટ':વિક્રાંત મેસીની જબરદસ્ત એક્ટિંગ, પરંતુ...

ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ‘ધ સાબરમતી રિપોર્ટ’:વિક્રાંત મેસીની જબરદસ્ત એક્ટિંગ, પરંતુ ડિરેક્શન-સ્ક્રીનપ્લેએ ખેલ બગાડ્યો

વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની લંબાઈ 2 કલાક 3 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5માંથી 2.5 સ્ટારનું રેટિંગ આપ્યું છે. ‘ધ સાબરમતી રિપોર્ટ’ 2002ની ગોધરા ઘટના પર આધારિત ક્રાઈમ-થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસની S6 બોગીમાં લાગેલી આગ અને તેમાં માર્યા ગયેલા 59 કાર સેવકોનું સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટોરી સમર કુમાર (વિક્રાંત મેસી) નામના હિન્દી પત્રકારની આસપાસ ફરે છે, જે આ ઘટનાની વાસ્તવિક સત્યતાને ઉજાગર કરવા માટે સંઘર્ષ કરે છે. ફિલ્મમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના પણ મહત્વની ભૂમિકામાં છે. શું છે ફિલ્મની સ્ટોરી?
‘ધ સાબરમતી રિપોર્ટ’માં સમર કુમાર (વિક્રાંત મેસી), એક હિન્દી પત્રકાર છે જેઓ ફિલ્મ બીટને કવર કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અંગ્રેજી બોલતા પત્રકારો દ્વારા તેને હંમેશા નીચી રીતે જોવામાં આવે છે. બીજી તરફ મણિકા (રિદ્ધિ ડોગરા), એક અંગ્રેજી ન્યૂઝ એન્કર છે જેનો મીડિયામાં દબદબો છે. ગોધરા ખાતે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ, સાબરમતી એક્સપ્રેસની S6 બોગીમાં આગ લાગતાં 59 કાર સેવકો મૃત્યુ પામ્યા હતા. મણિકા ઘટના કવર કરવા ગોધરા જાય છે અને તેના કેમેરા મેન તરીકે સમરને સાથે લઈ જાય છે. સમર આને તેની કારકિર્દીની ‘સુવર્ણ તક’ માને છે. પરંતુ જ્યારે મણિકા, તેના બોસના કહેવાથી, સમગ્ર ઘટનાને ઊંધી પાડી દે છે અને લોકો સમક્ષ ખોટો અહેવાલ રજૂ કરે છે, ત્યારે સમર ચોંકી જાય છે. તે સત્યને ઉજાગર કરવા માટે પોતાનો રિપોર્ટ તૈયાર કરે છે, પરંતુ ચેનલ બોસ દ્વારા તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે એટલું જ નહીં, કેમેરાની ચોરી માટે તેને જેલમાં પણ મોકલવામાં આવે છે. સમરનું જીવન સંઘર્ષોથી ભરેલું બની જાય છે – બેરોજગાર, દારૂનું વ્યસની અને સમાજથી દૂર. દરમિયાન, નાણાવટી કમિશનના અહેવાલ બાદ ખોટા સમાચારનો પર્દાફાશ થવાનો ડર ચેનલના અધિકારીઓ અને મનિકાને સતાવી રહ્યો છે. મણિકા તેની ચેનલની નવી રિપોર્ટર અમૃતા (રાશિ ખન્ના)ને ગોધરા મોકલે છે, જેથી તે પોતાનો રિપોર્ટ મજબૂત કરી શકે અને રાજ્ય સરકાર પર દોષનો ટોપલો ઢોળી શકે. અમૃતાને સમરના રિપોર્ટનો વિડિયો મળે છે, અને તેને તેની સાથે ગોધરા લઈ જવા માટે સમજાવે છે. આમ, તેઓ સાથે મળીને ગોધરાની ઘટનાની સત્યતા સુધી પહોંચે છે અને તે નિર્દોષ 59 લોકો સાથે બનેલી દુર્ઘટનાને દુનિયા સમક્ષ લાવે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
વિક્રાંત મેસીએ સમર કુમારની ભૂમિકામાં ઉત્તમ કામ કર્યું છે. તેની ડાયલોગ ડિલિવરી અને ઈમોશનલ ડેપ્થ જોઈને લાગે છે કે તે આ રોલ માટે સંપૂર્ણપણે સમર્પિત હતો. ગોધરાની ઘટનાનું સત્ય શોધવા માટેનો તેમનો સંઘર્ષ પડદા પર અનુભવી શકાય છે. રિદ્ધિ ડોગરાએ પણ તેના પાત્ર મનિકામાં અસરકારક અભિનય આપ્યો છે, અને તેની ભૂમિકામાં ઘેરા નકારાત્મક શેડ્સ છે. રાશિ ખન્નાએ અમૃતાનું પાત્ર સારી રીતે ભજવ્યું છે, જો કે કેટલાક દ્રશ્યોમાં તેનો રોલ થોડો અધૂરો લાગે છે. ડાયરેક્શન કેવું છે?
ધીરજ સરનાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને તે એક સંવેદનશીલ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે, ફિલ્મના પહેલા ભાગમાં પટકથા અને સ્ટોરીલાઇનમાં કેટલીક ખામીઓ છે. કેટલાક હળવા કોમિક દ્રશ્યો કોઈપણ કારણ વગર દાખલ કરવામાં આવ્યા છે, જે ગંભીર મુદ્દા સાથે મેળ ખાતા નથી. ફિલ્મનો બીજો ભાગ થોડો વધારે રોમાંચક છે. પણ ક્લાઈમેક્સ થોડો નબળો લાગે છે. કારણ કે આ ફિલ્મનો ઉદ્દેશ્ય 59 નિર્દોષ લોકોની હત્યાનું સત્ય બતાવવાનો હતો, અંતે પ્રેક્ષકોને કોઈ નવી માહિતી મળતી નથી જે મીડિયા અને અખબારોમાં પહેલાથી જ જોવા મળે છે. ફિલ્મનું મ્યુઝિક કેવું છે?
ફિલ્મનું મ્યુઝિક સામાન્ય છે, અને માત્ર “રાજા રામ” ગીત પ્રભાવશાળી લાગે છે. બાકીનું સંગીત વધુ ધ્યાન આકર્ષિત કરતું નથી. અંતિમ ચુકાદો, જોવું કે નહીં?
‘ધ સાબરમતી રિપોર્ટ’ તે દર્શકો જોઈ શકશે જેઓ ફિલ્મી શૈલીમાં ગોધરા ઘટના વિશે માહિતી મેળવવા માંગતા હોય. જો કે, ફિલ્મ તેના વિષય સાથે ન્યાય કરવામાં સંપૂર્ણ રીતે સફળ થતી નથી. તેની સ્ટોરી અને પ્રસ્તુતિમાં કેટલીક ખામીઓ છે, પરંતુ વિક્રાંત મેસી અને રિદ્ધિ ડોગરાના શાનદાર અભિનય તેને જોવા લાયક બનાવે છે. વાંચો ગુજરાત રમખાણો સંબંધિત આ માહિતી..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments