back to top
Homeગુજરાતચાઇનીઝ ગેંગના ઠગબાજોનું 'ALL IN ONE' કોમ્પ્યુટર:111 કરોડના ફ્રોડ કેસમાં એક જ...

ચાઇનીઝ ગેંગના ઠગબાજોનું ‘ALL IN ONE’ કોમ્પ્યુટર:111 કરોડના ફ્રોડ કેસમાં એક જ કોમ્પ્યુટરમાં 200 બેંક એકાઉન્ટ લોગ-ઇન મળ્યાં, માત્ર 30 મિનિટમાં એકાઉન્ટ ખાલી કરી નાખતા

દેશભરમાં 111 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ ચાઇનીઝ ગેંગ દુબઈ બેઠા બેઠા સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી સાયબર ફ્રોડ કરાવતી હતી. આ ખુલાસો 4 આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ સાયબર ફ્રોડની ઘટનામાં આજે ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરતમાં ઝડપાયેલા આરોપીઓ જે ઓફિસમાં બેસીને મલ્ટીપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શનના કામ કરતા હતા, તેના એક જ કમ્પ્યુટરમાં 200થી વધુ એકાઉન્ટ ઓનલાઈન લોગીન હતા. માત્ર 30 મિનિટમાં જ સાઇબર ફ્રોડના પીડિત દ્વારા જે પણ લાખો રૂપિયા મોકલવામાં આવતા હતા તેને ગણતરીની મિનિટોમાં આરોપીઓ મલ્ટીપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. અલગ અલગ એકાઉન્ટમાં મલ્ટીપલ ટ્રાન્જેક્શન કરતા
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં હાલ આરોપી હિરેન સાયબર સેલની કસ્ટડીમાં છે. તેણે સાઇબર સેલને જણાવ્યું હતું કે, તે સિવિલમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. દુબઈ નોકરી કરવા માટે ગયો હતો અને ત્યાં તેની ઓળખાણ આ ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા લોકો સાથે થઈ હતી અને ત્યારથી જ તે આ ગેંગ માટે એજન્ટ તરીકે કામ કરવા લાગ્યો હતો. સુરત ખાતે લોજિસ્ટિક ક્ષેત્રમાં કામગીરી કરવા માટે ઓફિસ ખોલીને આરોપીઓ એક જ કમ્પ્યુટર થકી કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરતા હતા. આ કરોડો રૂપિયા તેઓ દેશભરના અનેક લોકોને સાયબર ફ્રોડની ઘટનામાં શિકાર બનાવીને બેંક એકાઉન્ટમાં મંગાવતા હતા અને ત્યાર બાદ અલગ અલગ વ્યક્તિઓના નામે ખોલાવવામાં આવેલા એકાઉન્ટમાં મલ્ટીપલ ટ્રાન્જેક્શન કરતા હતા. યુઝરનેમ અને પાસવર્ડ ગૂગલમાં સેવ રાખતા
લોજિસ્ટિક ફર્મના નામે ઓફિસ ખોલીને આરોપીઓ બેસતા હતા ત્યાં ઓફિસમાં ફક્ત એક જ કમ્પ્યુટર હતું. જ્યારે પોલીસે ત્યાં રેડ કરી આ કમ્પ્યુટર જપ્ત કર્યું ત્યારે પોલીસ આ કમ્પ્યુટર જોઈ ચોંકી ગઈ હતી. કારણ કે એક જ કમ્પ્યુટરમાં અલગ અલગ ઓનલાઇન બેંક એકાઉન્ટના 200 જેટલા એકાઉન્ટ લોગીન હતા અને તે સમયે આરોપીઓ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી રહ્યા હતા. ગૂગલમાં આોરપીઓ ઓનલાઈન બેન્ક એકાઉન્ટના યુઝરનેમ અને પાસવર્ડ સેવ કરીને રાખતા હતા અને જ્યારે પણ આરોપીઓને ખબર પડે કે કોઈ પીડિત એકાઉન્ટમાં પૈસા મોકલે છે તે પૈસા તાત્કાલિક આરોપીઓ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. જેને માત્ર 30 મિનિટ જેટલો સમય લાગતો હતો. છ બેંકોમાં સૌથી વધુ બેન્ક એકાઉન્ટ
જે બેંકમાં વિદેશથી ટ્રાન્ઝેક્શન સહેલાઈથી થઈ જાય એ બેંકમાં તેઓ સૌથી વધારે એકાઉન્ટ ખોલાવતા હતા. પોલીસ તપાસમાં છ જેટલી બેંકની ડિટેલ મળી આવી છે. જેમાં કેનેરા બેન્ક, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં સૌથી વધારે બેન્ક એકાઉન્ટ સાઈબરસેલની તપાસમાં મળી આવ્યા છે. આ બેન્ક એકાઉન્ટ અંગે જ્યારે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, બેંક કીટમાં વિઝાકાર્ડ આપે છે જેના કારણે વિદેશથી પણ સહેલાઈથી ટ્રાન્જેક્શન થઈ શકે છે. સુરત અને દુબઈથી બેંકમાં ટ્રાન્ઝેક્શન કરતા હતા
સુરત અને દુબઈમાં બેસીને આરોપીઓ એક બેન્ક એકાઉન્ટથી અનેક બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. સુરતમાં અજય ઇટાલીયા આ કામકાજ સાંભળતો હતો, જ્યારે દુબઈમાં હિરેન આ ટ્રાન્જેક્શન કામ સંભાળતો હતો. સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી ટોળકી ગરીબ, લાચાર અને શ્રમિક લોકોને પાંચથી દસ હજાર રૂપિયા આપીને તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલતી હતી અને આ એકાઉન્ટમાં તેઓ દેશભરથી આવેલા ફ્રોડના પૈસાના ટ્રાન્જેક્શન કરતા હતા અને તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી ચાઈનીઝ ગેંગને આપતા હતા. બેંકને મોનિટરીંગ સખત કરવાની જરૂર
આ સમગ્ર મામલે સાયબર સેલના PI આર. આર.દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ મુખ્ય સમસ્યા છે કે બેંક ક્ષેત્ર સાથે સંકળાયેલા વહીવટ સંચાલકો બારીકાઈથી મોનેટરીંગ નથી કરતા. આવી સિસ્ટમમાં સુધાર આવવો જરૂરી છે. વિદેશથી બેસીને ટ્રાન્જેક્શન કરવામાં આવે છે અને જે પણ ખાતા ખોલાવવામાં આવ્યા છે તે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના છે. જેથી આટલી મોટી સંખ્યામાં જો ટ્રાન્જેક્શન થાય તો બેંકને પણ મોનિટરીંગ કરવી ખૂબ જ જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments