back to top
Homeભારતઝારખંડમાં PM મોદીના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ:દિલ્હીથી બીજું પ્લેન મોકલાયું; રાહુલ પણ...

ઝારખંડમાં PM મોદીના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ:દિલ્હીથી બીજું પ્લેન મોકલાયું; રાહુલ પણ દોઢ કલાક સુધી એરપોર્ટ પર અટવાયા હતા

ઝારખંડના દેવઘરમાં પીએમ મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેઓ બપોરના 2.20 વાગ્યાથી અહીં અટવાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ માટે દિલ્હીથી બીજું વિમાન લાવવામાં આવી રહ્યું છે. પીએમ પ્લેનમાં જ છે. એસપીજીએ તેમને એરપોર્ટ લોન્જમાં જવાની પરવાનગી આપી નથી. મોદી સવારે આ વિમાન દ્વારા દેવઘર આવ્યા હતા. અહીંથી તેઓ બિહારમાં જમુઈ આદિવાસી દિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. પરત ફરતી વખતે તેમને દેવઘરથી દિલ્હી જવાનું હતું, પરંતુ પ્લેન ટેક ઓફ કરી શક્યું નહોતું. દિલ્હીથી મોકલવામાં આવી રહ્યું છે પ્લેન
એરપોર્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિશેષ વિમાન ભારતીય વાયુસેનાનું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સિનિયર પાઈલટે ટેક્નિકલ ખામીની જાણકારી આપતાં જ PMOએ સંકલન કર્યું અને એરફોર્સના એરક્રાફ્ટને દિલ્હીથી દેવઘર મોકલ્યું. રાહુલ ગાંધીના વિમાનને દેવઘરમાં ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી
આ પહેલાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધીના વિમાનને દેવઘરમાં જ ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધી શુક્રવારે ઝારખંડના ગોડ્ડામાં ચૂંટણી રેલી બાદ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાનને ગોડ્ડાના બેલબદ્દાથી ઊડવાની પરવાનગી આપવામાં આવી ન હતી. એ બાદ તેમને દેવઘર એરપોર્ટ પર 45 મિનિટ રાહ જોવી પડી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી વિમાનમાં બેસીને પોતાનો મોબાઈલ જોતા રહ્યા. ક્લિયરન્સ ન મળવાને લઈને પણ રાજકારણ શરૂ
હવે રાહુલ ગાંધીના વિમાનને ટેક ઓફ માટે ક્લિયરન્સ ન મળવાને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે પીએમ મોદીની સભાને કારણે તેમના વિમાનને ઊડવાની મંજૂરી આપવામાં આવી નથી. બાદમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિમાનને મહાગામથી ટેક ઓફ કરવાની મંજૂરી મળી હતી. તમને જણાવી દઈએ કે ઝારખંડ ચૂંટણીના બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 સીટ પર મતદાન થવાનું છે. આ તબક્કામાં કુલ 528 ઉમેદવાર મેદાનમાં છે. આમાં ઘણા એવા ઉમેદવારો છે, જે મોટા નેતાઓની રમત બગાડી શકે છે. આ સમાચાર પણ વાંચો… જમુઈમાં PM સામે નીતિશે કહ્યું- હવે ક્યાંય નહીં જાઉં: વડાપ્રધાને 6, 640 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા, ઝાલ અને નગારાં વગાડ્યાં પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દિવસમાં બીજી વખત બિહાર આવ્યા છે. શુક્રવારે તેમણે જમુઈના બલ્લોપુરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી પર આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમએ બિરસા મુંડાના નામે 150 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments