back to top
Homeગુજરાતદાદા ભગવાનનો 117મો જન્મજયંતી મહોત્સવ:‘જોવા જેવી દુનિયા’માં 3 લાખથી વધુ લોકોની મુલાકાત,...

દાદા ભગવાનનો 117મો જન્મજયંતી મહોત્સવ:‘જોવા જેવી દુનિયા’માં 3 લાખથી વધુ લોકોની મુલાકાત, આજે જ્ઞાનવિધિમાં લાખો લોકો ઊમટશે; વિક્રમ-વેતાળ સહિતના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું

વડોદરા શહેરના નવલખી મેદાનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની 117મી જન્મજયંતી મહોત્સવની ભવ્ય ઊજવણી થઈ રહી છે. આજે અતિ મહત્વનો દિવસ છે, જેમાં દાદાના અક્રમ વિજ્ઞાન દ્વારા જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટશે તેવી સંભાવના વ્ચક્ત કરવામાં આવી છે. 10 નવેમ્બરથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. ગતરોજ યોજાયેલા ‘વિક્રમ-વેતાળ’, ‘મેં કોન હું’ સહિતના કાર્યક્રમોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. લોકોનાં ઘસારાને કારણે ચિલ્ડ્રન પાર્ક અને થીમ પાર્કનો સમય વધારવામાં આવ્યો છે. હવે સમય બપોરે 3.00થી રાત્રે 10.30 સુધીનો રહેશે. કાર્યક્રમો નિહાળવા લાખોની સંખ્યામાં લોકોનો ધસારો
આજે (15 નવેમ્બર) પૂજ્ય દિપકભાઈ દ્વાર દાદાના અક્રમ વિજ્ઞાન દ્વારા જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સાંજે 7 વાગ્યાથી 10.30 સુધી ચાલશે. આ કાર્યક્રમમાં લાખો લોકોની ભીડ ઉમટી શકે છે. ગત 10 નવેમ્બરથી શરૂ થયેલ ૫.પૂ. દાદા ભગવાનના 117માં જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ઉભા કરવામાં આવેલ વિશાળ ચિલ્ડ્રન પાર્ક અને થીમ પાર્કની મુલાકાત ત્રણ લાખથી વધુ લોકો લઇ ચૂક્યા છે. મહોત્સવના વિશેષ આકર્ષણ સમા લગભગ પાંચ લાખ ચો. ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ ચિલ્ડ્રન અને થીમ પાર્કસમાં પ. પૂ. દાદા ભગવાને આદર્શ જીવન જીવવા માટે આપેલા સિધ્ધાંતો આજના બાળકો અને યુવાનોને પણ સમજાય તે રીતે વિવિધ આધુનિક માધ્યમો જેવા કે, પપેટ શો, શોર્ટ ફિલ્મ્સ, રોબોટિક્સ વગેરે દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. ‘પેરન્ટ્સ કી પાઠશાળા’ દરેક માતા-પિતા માટે આશીર્વાદરૂપ
સાથેસાથે બાળકોને પ્રેમ અને હૂંફથી ઉછેરવા જરૂરી ચાવીઓ પ્રદાન કરતી વર્કશોપ ‘પેરન્ટ્સ કી પાઠશાળા’ દરેક માતા-પિતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ ઉપરાંત, એમ્ફિથીયેટરમાં નાટક, ગેમ્સ, ગ્રુપ સિંગિંગ, ગ્રુપ ડાન્સ, ક્વિઝ અને લકી ડ્રોમાં ભાગ લેતા બાળકો અને યુવાનોનો આનંદ સમાતો નથી. ટૂંકમાં અહીં આવનાર દરેક ઉંમરના મુલાકાતીઓ વ્યવહારિક ગૂંચોના ઉકેલથી લઈને તત્વજ્ઞાનના ગૂઢ રહસ્યોની આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને વાસ્તવિક સમજણ મેળવી આનંદ અને ધન્યતા અનુભવે છે. ટ્રાફિક પોલીસ વગર જ આખું મેનેજમેન્ટ
મહત્ત્વની બાબત છે કે, પરમ પૂજ્ય દાદા ભગવાનના આ ક્રયક્રમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મુલાકાત લઈ ચૂક્યા છે. આ તમામ કાર્યક્રમમાં એન્ટ્રી અને અંદરના થીમ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક સહિતનાં વિવિઘ કાર્યક્રમો ફ્રી છે, જેનાં કારણે ભારે ભીડ જેવા મળી રહીં છે. અહિયા ટ્રાફિક પોલીસ વગર આખુ મેનેજમેન્ટ થઈ રહ્યું છે. દાદાના 5 હજારથી પણ વઘુ સેવાર્થી અહીંયા ખડેપગે રહીં સેવા આપી રહ્યાં છે. અહીં લોકોને ખૂબ જ ઉત્સાહ અને આનંદ પ્રવર્તે છેઃ દીપક દડિયા
આ અંગે સેવાર્થી દીપક દડિયાએ જણાવ્યુ હતુ કે, પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાનની 117મી જન્મજયંતીનો આજે છઠ્ઠો દિવસે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. લોકોને ખૂબ જ ઉત્સાહ અને આનંદ પ્રવર્તે છે. અમારાં સાત ડોમ છે, તેમાં એમ્પી થિયેટર, લકી ડ્રો, સત્સંગ હોલમાં માનવ મહેરામણ જબરદસ્ત રીતે ઉમટેલું છે. દાદા જે વિજ્ઞાન પીરસવા માગે છે તે વિજ્ઞાનનો લોકો ખૂબ જ લાભ લઈ રહ્યા છે અને દાદાના પુસ્તકો પણ એટલા જ વેચાઈ રહ્યા છે. એટલે દાદાનું વિજ્ઞાન લોકોને ગમ્યું છે. હજુ પણ આગામી તારીખ 17 નવેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનું છે. ‘આજનો જ્ઞાનવિધિનો પ્રોગ્રામ ખૂબ જ મહત્વનો છે’
વધમાં કહ્યું કે, આજે રાત્રે જ્ઞાનવિધિનો પ્રોગ્રામ છે. દાદાના અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાનવિધિનો પ્રોગ્રામ ખૂબ જ મહત્વનો હોય છે. આ વિધિ દ્વારા આપની અંદર રહેલા આત્માને જાગૃત કરવાનો દિવસ છે. દીવો છે, વાટ છે, પરંતુ તેને પ્રગટાવી નથી. દાદા ભગવાને આપેલી આત્મજ્ઞાન વિધિ દ્વારા તમારા આત્મા દીવો પ્રગતિ જાય છે અને પછી તમારામાં જુદાપણાની જાગૃતિ સહિત જગતના કોઈ પણ મુશ્કેલીમાં શાંતિ પ્રવર્તે છે. અત્યારે જગતમાં લાખો લોકો શાંતિનો અનુભવ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં તમામ લોકો ઉપસ્થિત રહે તેવી મારી અપીલ છે. બાળકોને એક્ટિવિટી કરાવાઈ છે તે ખૂબ જ સારી છેઃ ચિરાગ પ્રજારતિ
આ અંગે મુલાકાત માટે આવેલા ચિરાગ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મને આ પ્રોગ્રામ અંગેની માહિતી મીડિયાના માધ્યમથી મળી હતી અને આ કાર્યક્રમમાં મારા એક સંબંધી સેવા આપી રહ્યા છે. મેં અહીંયા આવીને અલગ-અલગ પ્રકારના પ્રોગ્રામ જોયા છે. જેમાં હું સુપર હીરો, તારારમપમ પપેટ શો, વિક્રમ-વેતાળ જેવા પ્રોગ્રામો એવા છે કે બાળકોને શું કરવું? શું સમજવું? અને જીવન કઈ રીતે જીવાય તે શીખવાડે છે. અહીંયા બાળકોને એક્ટિવિટી કરવામાં આવે છે તે ખૂબ જ સારી છે. ‘જુના દિવસોની જૂની યાદો અહીંયા તાજી થાય છે’
વધુમાં જણાવ્યું કે, આજની આ મોબાઇલની દુનિયામાં બાળકો આખો દિવસ ફોનમાં રહે છે, પરંતુ અહીંયા આવીને કંઈક અલગ જ લાગે છે. બાળકો પોતે કંઈક અલગ દુનિયામાં આવ્યા હોય તેવું લાગે છે. એટલે જ તેનું નામ આપવામાં આવ્યું છે કે, જોવા જેવી દુનિયા. હું તમામને રિક્વેસ્ટ કરું છું કે તમે પણ તમારા બાળક સાથે અહીંયા આવો જેથી કરીને તમારું બાળક કઈક સારું શીખે. કારણ કે, જુના દિવસોની જૂની યાદો અહીંયા તાજી થાય છે. બસ મારી એક જ વિનંતી છે કે બધા આવો અને અહીંયા નિહાળો આ પ્રોગ્રામને.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments