જ્યારે ‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુને વર્ષ 2023માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ત્યારે ચાહકોની ખુશીની કોઈ સીમા રહી ન હતી. અલ્લુ અર્જુને નેશનલ એવોર્ડ જીતનાર પ્રથમ તેલુગુ અભિનેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેને આ એવોર્ડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે મળ્યો હતો. અલ્લુ અર્જુને ત્યારે કહ્યું હતું કે તે લાંબા સમયથી નેશનલ એવોર્ડનું સપનું જોઈ રહ્યો હતો, પરંતુ જ્યારે તે જીત્યો ત્યારે તે દુઃખી થઈ ગયો હતો. અભિનેતાએ હવે આ વાતનો ખુલાસો કર્યો છે. અલ્લુ અર્જુન હવે ‘પુષ્પા 2’માં જોવા મળશે, જે 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. તેનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે. અલ્લુ અર્જુને અનસ્ટોપેબલ એનબીકેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મેં સુકુમારને માત્ર એક જ વાત કહી હતી કે આ ફિલ્મ હિટ છે કે ફ્લોપ છે તેની મને પરવા નથી, હું ઈચ્છું છું કે આ ફિલ્મ અમને બેસ્ટ એક્ટરનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર અપાવે.’ અલ્લુ અર્જુને ‘પુષ્પા’ના ડિરેક્ટરને કહી હતી આ વાત
‘ત્યારબાદ સુકુમારે મને કહ્યું કે હું તને નેશનલ એવોર્ડ અપાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. અને તમે માનશો નહીં કે દરેક એક શોટ માટે, સુકુમાર કહેતા હતા કે ડાર્લિંગ, નેશનલ એવોર્ડ માટે આ રેન્જ બહુ સારી નથી.’ ‘જ્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે હું ઉદાસ હતો’
અલ્લૂએ આગળ કહ્યું, ‘જ્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે હું ઉદાસ હતો. એકવાર હું રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી જોઈ રહ્યો હતો અને મને એક પણ તેલુગુ નામ મળ્યું નહીં. મેં માત્ર નાગાર્જુન સરનું નામ જ જોયું હતું, પરંતુ તેમને પણ એક ખાસ રોલ માટે મળ્યું હતું. શ્રેષ્ઠ અભિનેતા તરીકે કોઈ નહોતું. તે મારા મગજમાં રહી ગયું. ‘ટોલીવુડમાં આટલી બધી મહાન હસ્તીઓ, તો પછી તેમને એવોર્ડ કેમ ન મળ્યો?’
અલ્લુ અર્જુને કહ્યું, ‘મેં મારી જાતને કહ્યું કે આવા સારા કલાકારો છે, તો પછી તેઓ કેવી રીતે ચૂક્યા? તમારી પેઢી આ કેવી રીતે ચૂકી શકે? જૂની પેઢીઓ વિશે શું? ટોલીવુડમાં ઘણી બધી મહાન હસ્તીઓ છે, તો પછી આપણને એવોર્ડ કેમ ના મળ્યો? જ્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે હું ખુશ કરતાં વધુ દુખી હતો. મને લાગ્યું કે તેલુગુ સ્ટારને આ એવોર્ડ જીતવામાં આટલો સમય લાગ્યો? 17મી નવેમ્બરે પટનામાં ‘પુષ્પા 2’નું ટ્રેલર લોન્ચ
હવે ‘પુષ્પા 2’ના ટ્રેલર લોન્ચની તૈયારીઓ ચાલી રહી છે. 17 નવેમ્બરના રોજ પટનાના ગાંધી મેદાનમાં એક ભવ્ય ટ્રેલર લોન્ચ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. નિર્માતાઓ અનુસાર, ‘પુષ્પા 2’નું ટ્રેલર 2 મિનિટ 44 સેકન્ડનું હશે.