કારતક અગિયારસથી શરૂ થતી ગરવા ગઢ ગીરનારની લીલી પરિક્રમા આજે પૂર્ણ થઈ છે ત્યારે અત્યાર સુધીમાં સાત લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યો સહિત દેશ-વિદેશ માંથી ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા પરિક્રમામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેને લઇ વન વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા ના રૂટ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. દર વર્ષે 10 લાખથી વધુ લોકો પરિક્રમા કરતા હોય છે, ત્યારે આ વર્ષે પરિક્રમામાં આવતા ભાવિકોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સિઝન શરૂ હોવાથી ભાવિકો પરિક્રમામાં આવી શક્યા નથી. જેને લઇ પરિક્રમામાં વેપાર ધંધો કરતા ધંધાર્થીઓને પણ મંદીનો માર સહન કરવો પડ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા ઘણી સારી કામગીરી કર્યા હોવાનું ભાવિકો જણાવી રહ્યા છે. ત્યારે પાણીને લઈ ભાવિ કોઈએ નારાજગી વ્યક્ત કરી હતી. ચાર રાત્રિના રોકાણ બાદ પરિક્રમાથીઓ ભવનાથમાં પરત ફરી રહ્યા છે ત્યારે ઘણા ભાવિ કોઈએ તંત્રની કામગીરી ને બિરદાવી હતી તો ઘણા ભાવિકો પાણીને લઈ તંત્રથી નારાજ જોવા મળ્યા હતા. ત્યારે ભાવિકોએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી. અમદાવાદથી પરિક્રમામાં આવેલ પૂનમબેને જણાવ્યું હતું કે અમે અમારા પરિવાર સાથે પરિક્રમા કરવા માટે આવ્યા હતા. પરિક્રમા કરી ખૂબ આનંદ થયો હતો અને તંત્ર દ્વારા ઘણી વ્યવસ્થા કરવામાં આવી હતી તો ઘણી જગ્યાએ પાણીની સમસ્યા હતી. મહિલાઓ અને બાળકોને ટોયલેટ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પરિક્રમામાં પોલીસ દ્વારા ખૂબ જ સ્વરાનીય કામગીરી કરવામાં આવી છે કારણ કે જે કોઈ ભાવિક જ્યારે પણ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે પોલીસ દ્વારા તેની પાસે આવી અને તેની પૂરતી મદદ કરવામાં આવતી હતી. સુરેન્દ્રનગરથી પરિક્રમા કરવા આવેલ સની ભાઈ સિંધવે જણાવ્યું હતું કે હું છેલ્લા બાર વર્ષથી મારા પરિવાર સાથે પરિક્રમામાં આવું છું. વર્ષો પહેલા પરિક્રમામાં સગવડતા નો અભાવ જોવા મળતો હતો પરંતુ હાલ તંત્ર દ્વારા જે પ્રમાણે સગવડતા ની વાતો કરવામાં આવે છે તે પ્રમાણે સગવડતા મળી નથી. પરિક્રમા રૂટ પર ખૂબ જ ગંદકી જોવા મળી હતી. અને તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર જે જગ્યાએ પાણીના ટાંકા મૂકવામાં આવ્યા હતા. તે ટાંકા પરથી એક બે ગ્લાસ પાણી પીવા મળે છે. પરંતુ પ્લાસ્ટિકની બોટલની મનાઈ હોવાથી આ ટાંકા માંથી પાણી ભરવા માટે ભાવિકો પાસે કોઈ વસ્તુ હોતી નથી. રીક્ષા ચાલક વિરેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે અમે રિક્ષાચાલકો આખું વર્ષ જૂનાગઢમાં જ રીક્ષા ચલાવી ધંધો કરીએ છીએ. આ વર્ષે પરિક્રમામાં છે ભાવિકો આવ્યા હતા તે ગયા વર્ષની સરખામણીએ અડધા પણ આવ્યા નથી. જેના કારણે રીક્ષા ચાલકોને પણ ખૂબ જ મંદી આવી છે. લગભગ ધંધાર્થીઓને આ વર્ષે પરિક્રમામાં ઓછા ભાવિકો આવવાના કારણે મંદી સહન કરવી પડી છે. દર વર્ષે 12 થી 13 લાખ જેટલા જ ભાવિકો પરિક્રમા માટે આવે છે ત્યારે આ વર્ષે સાત થી આઠ લાખ જેટલા જ લોકો પરિક્રમા આવ્યા હતા. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તેની સામે આ પરિક્રમામાં રીક્ષા ચાલકોને પણ ભારે નુકસાની થઈ છે ગરમ કપડાનો ધંધો કરતા ભીખાભાઈ કાંગસીયાએ જણાવ્યું હતું કે હું છેલ્લા 20 વર્ષથી પરિક્રમામાં ગરમ કપડાનો ધંધો કરવા માટે આવું છું પરંતુ આ વર્ષે ખૂબ જ મંદી છે. આ વર્ષે પરિક્રમામાં ભાવિકો પણ ઓછા આવ્યા છે. પહેલા પરિક્રમા ચાર પડાઓમાં રોકાઈ અને ચાર દિવસે પૂરી થતી હતી. પરંતુ હવે ઘણા ભાવિ કો માત્ર એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી જતા રહે છે. આ વર્ષે જે ગરમ કપડા વેચવા માટે લાવ્યા હતા તેનો ખર્ચો પણ માથે પડ્યો છે. કારણ કે ગયા વર્ષ કરતાં પરિક્રમાતીઓ ઓછા આવ્યા છે. ગરમ મસાલાનો ધંધો કરતા અજય સોલંકી એ જણાવ્યું હતું કે હું ઘણા સમયથી ભવનાથમાં ગરમ મસાલા વેચવાનો ધંધો કરું છું. આ વર્ષે મસાલાનો ધંધો બિલકુલ ચાલ્યો નથી. દર વર્ષે ગ્રામ્ય પંથકનો ખેડૂત વર્ગ અને ગ્રામ્ય પંથકના લોકો પરિક્રમા કરવા આવતા હતો. પરંતુ હાલ ખેતરમાં સીઝન ચાલતી હોવાથી તે ભાવિકો પરિક્રમામાં આવ્યા નથી. જેના કારણે આ વર્ષે ધંધામાં ખૂબ જ મંદી આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમામાં આવે છે અને ચાર દિવસની પરિક્રમા કરે છે પરંતુ ઘણા ભાવીકો દ્વારા એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી જતા રહ્યા છે જેના કારણે ઘણા ધંધાર્થીઓનો લીધેલો માલ પડી રહ્યો છે. મહારાષ્ટ્રથી પરિક્રમા કરવા આવેલ રાજેન્દ્ર શિવ કરે જણાવ્યું હતું કે હું પાંચમી વખત પરિક્રમા કરવા આવ્યો છું અને આ વર્ષે તંત્ર દ્વારા જે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીયો કામગીરી છે. કારણકે પરિક્રમામાં જે પ્લાસ્ટિક જાય છે તેનાથી પ્રકૃતિ અને વન્યજીવોને ખૂબ જ નુકસાન થાય છે. અને આ પ્લાસ્ટિકના કારણે આવનારી પેઢીઓને ખૂબ જ નુકસાન થાય તેમ છે.