ગુજરાતમાં બુલેટ ટ્રેન સ્ટેશનોનું નિર્માણ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ઝડપથી થઈ રહ્યું છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતમાં સુરત, અમદાવાદ, સાબરમતી, આણંદ, વડોદરા, ભરુચ, બીલીમોરા અને વાપીથી શરૂ કરીને આઠ સ્ટેશન હશે. તમામ 8 સ્ટેશનો પર ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રક્ચરનું નિર્માણ એક અદ્યતન તબક્કે છે. સુરત સ્ટેશનની વાત કરવામાં આવે તો સ્ટેશન હીરા આકારનું બનાવવામાં આવશે. હાલ ઇમારતનું સ્ટીલ સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થયું છે અને અંતિમ કાર્ય ચાલુ છે. સ્ટેશનોની ડિઝાઈન શહેરની ભાવનાને પ્રતિબિંબિત કરશે
બુલેટ ટ્રેન સ્ટેશનોની કલ્પના આધુનિક જીવનશૈલીના પ્રવેશદ્વારા તરીકે કરવામાં આવી છે. એમએએચએસઆર લાઇન પરના દરેક સ્ટેશનોની ડિઝાઇન તે જે શહેરમાં આવી રહી છે તે શહેરની ભાવનાને પ્રતિબિંબિત કરશે. તેનાથી સ્થાનિક લોકો સાથે ત્વરિત જોડાણ થશે અને હાઈસ્પીડ રિસ્ટમની માલિકીની ભાવનાને પ્રોત્સાહન મળશે. સ્થાપત્યની દૃષ્ટિએ, આધુનિક દેખાતું માળખું બનાવવું સરળ છે. પરંતુ, સ્થાનિક પર્યાવરણ સાથે જોડાણ સ્થાપિત કરવા માટે શહેરના કેટલાક તત્ત્વોને પસંદ કરવાનો વિચાર હતો. જેના પર સ્થાનિક લોકોને ગર્વ છે અને પછી તે તત્ત્વો પર ખ્યાલ બનાવવાનો હતો. સ્ટેશન પર આવવા-જવા સારી, ઝડપી અને મુશ્કેલી વિનાની કનેક્ટિવિટી
તમામ સ્ટેશનો કાર્યક્ષમતા અને કામગીરીમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરશે અને તેમાં આરામદાયક રંગો અને તમામ મૂળભૂત સુવિધાઓ જેવી કે, સિગ્નેજ, વેઇટિંગ એરિયામાં બેઠક વ્યવસ્થા, નર્સરી, બિઝનેસ ક્લાસ લાઉન્જ, સ્મોકિંગ રૂમ, જાહેર માહિતી અને ઘોષણા સિસ્ટમ, કિઓસ્ક વગેરે હશે. કેટલાક સ્ટેશનોને પરિવહનના અન્ય માધ્યમો સાથે સંકલન કરીને પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે, જેથી સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારી, ઝડપી અને મુશ્કેલી વિનાની કનેક્ટિવિટી, જેમ કે રિક્ષા, બસ અને ટેક્સીઓ મળી રહે. દિવ્યાંગ મુસાફરો માટે સર્વસમાવેશક ડિઝાઇન
આ સ્ટેશનો દિવ્યાંગ મુસાફરો માટે સર્વસમાવેશક ડિઝાઇન ધરાવશે. વ્હીલચેર-ફ્રેન્ડલી ડિઝાઇન, બ્રેઇલ સૂચનાઓ સાથે ટિકિટના નીચા કાઉન્ટર્સ, માર્ગદર્શન માટે ફ્લોર પર ટાઇલ્સ, સમર્પિત વોશરૂમ્સ, એલિવેટરની અંદર બ્રેઇલ બટન્સ જેવી કેટલીક વિશેષતાઓ છે. ગુજરાતમાં સ્ટેશનોની પ્રગતિ (13 નવેમ્બર, 2024 સુધી) સુરત બુલેટ ટ્રેન સ્ટેશન
સુરત તેના હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, અગ્રભાગની ડિઝાઇન માટેનો ખ્યાલ અને સ્ટેશનની આંતરિક બાબતો હીરાના પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. ઇમારતનું સ્ટીલ સ્ટ્રક્ચરલનું કામ પૂર્ણ થયું છે અને અંતિમ કાર્ય ચાલુ છે. પ્લમ્બિંગ, અગ્નિશામક અને ઇલેક્ટ્રિકલ કાર્યો પ્રગતિમાં છે. એપ્રોચ અને ક્રોસ ઓવર સેક્શન ઇરેક્શનનું કામ (મુંબઇ તરફ) પૂર્ણ થયું છે. અગ્રભાગ અને છતની શીટનું કામ ચાલી રહ્યું છે. સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન
સાબરમતી કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન હોવાથી મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમના ચરખાથી પ્રેરિત છે. પહેલાં માળનું સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. કોન્કોર્સ ફ્લોર સ્લેબ પૂર્ણ થવાના આરે છે. રેલ લેવલ સ્લેબ પર કામ પ્રગતિમાં છે. અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન
અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક લોકાચારથી પ્રેરિત છે. છત સેંકડો પતંગો માટે કેનવાસ દર્શાવે છે. જ્યારે અગ્રભાગ આઇકોનિક સૈયદ સિદ્દીકીની જટિલ જાળીના કાર્યથી પ્રેરિત એક પેટર્ન પસંદ કરે છે. કોન્કોર્સ, રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટેશનના પ્રવેશ ભવનનું કામ પ્રગતિમાં છે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન
સ્ટેશનનો અગ્રભાગ અને આંતરિક ડિઝાઇન પ્રવાહી પ્રકૃતિ, આકાર અને દૂધના ટીપાંના રંગમાંથી પ્રેરિત છે, કારણ કે આનંદ ભારતની દૂધની રાજધાની છે. કોન્કોર્સ, રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. છતનું સ્ટ્રક્ચરલ સ્ટેલનું કામ પૂર્ણ થયું છે. રૂફ શીટિંગનું કામ પૂર્ણતાના આરે છે. અગ્રભાગના એલિવેશનનું કામ ચાલી રહ્યું છે. વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન
આ સ્ટેશનની ડિઝાઇન “વડના ઝાડ”ની પ્રોફાઇલ અને પર્ણસૃષ્ટિથી પ્રેરિત છે, કારણ કે શહેરમાં ઘણા વડ વૃક્ષ જોવા મળે છે. પહેલા માળના સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. 10 સ્લેબમાંથી 3 સ્લેબનું કામ પૂર્ણ થઈ ગયું છે. ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન
સ્ટેશનના આગળના ભાગ અને ઇન્ટિરિયરની ડિઝાઇન માટેનો ખ્યાલ 150 વર્ષ જૂની કલા અને તેના કલાકારોને સન્માનિત કરવા માટે સુતરાઉ વણાટ હેઠળ ડિઝાઇન કરવામાં આવ્યો છે. રેલ લેવલ સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. પ્લેટફોર્મ સ્લેબ કાસ્ટિંગનું કામ પ્રગતિમાં છે. સ્ટીલનું માળખું ઊભું કરવાનું કામ પ્રગતિમાં છે. બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન
સ્ટેશનના અગ્રભાગની ડિઝાઇનનું આંબાના બગીચાઓની અમૂર્ત રજૂઆત તરીકે આયોજન કરવામાં આવ્યું છે. રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શનનું કામ પૂર્ણ થવાના આરે છે. વાપી બુલેટ ટ્રેન સ્ટેશન
અગ્રભાગની ડિઝાઇન માટેનો ખ્યાલ અને સ્ટેશનના આંતરિક ભાગો ગતિની રજૂઆત છે. રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શનનું કામ પૂર્ણ થયું છે. સ્ટેશન માટે ઇલેક્ટ્રિકલનું કામ ચાલી રહ્યું છે.