શ્રુતિ હાસન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શ્રુતિ હાસને કહ્યું હતું કે ફિલ્મી પરિવારમાં જન્મ લેવો ઘણીવાર મુશ્કેલ હોય છે, ખાસ કરીને જ્યારે તમારા પિતા મોટા સ્ટાર હોય. એક્ટ્રેસાના કહેવા પ્રમાણે, તેણે ઘણી વખત પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, પછીથી તેને સમજાયું કે તેના પિતા કમલ હાસન વિના પોતાની જાતની કલ્પના કરી શકતી નથી. મદન ગૌરી સાથે વાત કરતા શ્રુતિ હાસને કહ્યું, લોકો હંમેશા મને મારા પિતા વિશે પ્રશ્નો પૂછતા હતા. આવું એક-બે વાર નહીં, પણ ઘણી વાર બન્યું છે. મને લાગતું હતું કે હું શ્રુતિ છું, મને મારી પોતાની ઓળખ જોઈએ છે. લોકો મને જોઈને કહેતા કે તે કમલ હાસનની દીકરી છે. જો કોઈએ મને પૂછ્યું હોત, તો મેં કહ્યું હોત, ના, મારા પિતા ડૉ. રામચંદ્રન છે, જે અમારા ડેન્ટિસ્ટનું નામ હતું. મારું નામ પૂજા રામચંદ્રન છે. આ નામ મેં જાતે પસંદ કર્યું છે. શ્રુતિ હાસને કહ્યું, મારા પિતા એક્ટર કે ફેમસ વ્યક્તિ હોવાને કારણે એવું નથી થયું, પરંતુ બાળપણથી જ મને લાગતું હતું કે તેઓ બધાથી અલગ છે. હું અને મારી બહેનનો ઉછેર ખૂબ જ જિદ્દી લોકો દ્વારા થયો હતો અને તે અમારી આદત બની ગઈ હતી. મારા માતા-પિતા છૂટા પડ્યા ત્યારે હું મુંબઈ આવી ગઈ. મને અહીં શ્રુતિ તરીકે રહેવાનું ક્યારેય પસંદ નહોતું. જ્યારે દરેક જગ્યાએ પાપાના પોસ્ટર હતા ત્યારે તેમના નામથી અલગ થવું ખૂબ મુશ્કેલ હતું. આજે મને લાગે છે કે કમલ હાસન વિના શ્રુતિનું કોઈ અસ્તિત્વ જ નથી. શ્રુતિએ 1999માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સાઉથ સિનેમાની લીડિંગ એકટ્રે્સમાંની એક ગણવામાં આવે છે. શ્રુતિએ ‘ડી-ડે’, ‘રમૈયા વસ્તાવૈયા’, ‘ગબ્બર ઈઝ બેક’, ‘વેલકમ બેક’, ‘રોકી હેન્ડસમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે શોર્ટ ફિલ્મ ‘દેવી’માં પણ જોવા મળી હતી.