કોંકણ રેલવે નેટવર્કમાં મુસાફરો માટે હવે મુસાફરી વધુ ઝડપી બનશે. ભારતીય રેલવેએ 45 મુખ્ય ટ્રેનોની સ્પીડને 120 કિમી પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વૃદ્ધિ હવે તે ટ્રેનો માટે પણ લાગુ પડશે જે એલએચબી કોચથી સજ્જિત અને જે રોહાથી થોકુર સેકશન વચ્ચે ચાલી રહી છે. હકિકતમાં આ સેક્શન 100 કિમી લાંબો છે. અહિંયા હાલમાં ટ્રેનો 75થી 90 કિમીની સ્પીડે ચાલી જ રહી હતી. આ અંતર કોંકણ રેલવેના મુખ્યમાર્ગોમાંથી એક છે. જે પશ્ચિમી તટ પર છે. કોંકણ રેલવેના આ સેકશનમાં વળાંકવાળા અને પર્વતીય પ્રદેશ હોવાથી અહિંયા સ્પીડ રિસ્ટ્રિક્શન છે. જોકે હવે ટ્રેક અપગ્રેડ થવાથી સ્પીડ 120 કિમી પ્રતિ કલાક થઇ ગઇ છે. આ 45 ટ્રેનોમાં લગભગ એક ડઝન ટ્રેનો એવી છે જે અમદાવાદ, ઓખા ગાંધીધામથી ઉપડીને સુરત થઈ ગોવા અને દક્ષિણ ભારતના રોહા-ઠોકૂર સેકશનથી પસાર થતી હતી. રેલવેએ અલગ-અલગ ઝોનને સૂચનાઓ આપી દીધી છે. જેના કારણે કોંકણ રેલવેના ઘણા સ્ટેશનો પર ટ્રેનોના જૂના ટાઇમિંગમાં ફેરફારો થશે. ટ્રેનોની સ્પીડ વધારાવાના આ નવા પરિવર્તનથી મુસાફરોને શું લાભ થશે?
સમયની બચત: 120 કિમી-પ્રતિ કલાકની નવી સ્પીડ સાથે આ ટ્રેનો ઝડપથી મુસાફરોને તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડશે. મુસાફરીના સમયમાં ઘટાડો થશે. જેનાથી તે પોતાના સ્થાને જલદી પહોંચી શકશે. સુરતથી ગોવા અને દક્ષિણ ભારત જવામાં લગભગ એક કલાકનો ઘટાડો થશે. અલગ-અલગ સ્ટેશનો માટે સમય અલગ રહેશે.