તાજેતરમાં, પ્રતીક બબ્બરે તેની ફિલ્મ ‘ખ્વાબોં કા ઝમેલા’ સાથેના એક ઇન્ટરવ્યૂમાં સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરી છે. પ્રતીક બબ્બરે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘છિછોરે’માં કામ કર્યું હતું. સુશાંત લીડ રોલમાં હતો જ્યારે પ્રતીકે આ ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પ્રતીક સાથે સેટ પર સમય પસાર કરવા વિશે વાત કરતી વખતે તેણે તેની એક અધૂરી ઈચ્છાનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મીજ્ઞાનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રતીક બબ્બરે સુશાંત સિંહ રાજપૂતને લિજેન્ડ ગણાવ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે તેને યાદ કરે છે. આના જવાબમાં તેણે કહ્યું કે, હું ક્યારેય તેની ખૂબ નજીક નથી રહ્યો. પરંતુ હું કહેવા માગુ છું કે તેમની આભા ખૂબ મોટી હતી, જ્યારે પણ તેઓ કામ દરમિયાન મારી નજીક હતો. તે યૂનિક હતો. તે એક્સ્ટ્રીમ યૂનિક અને હૃદયસ્પર્શી હતો. અભિનેતાએ આગળ કહ્યું કે તે થોડો અલગ હતો. હું ક્યારેય ભૂલીશ નહીં. અમે બાસ્કેટબોલના દૃશ્યની રાહ જોઈ રહ્યા હતા. અમે બાસ્કેટબોલ હૂપ નીચે બેઠા હતા, બોલ સાથે રમી રહ્યા હતા. તેણે અચાનક મને કહ્યું, યાર હું એન્ટાર્કટિક જઈ રહ્યો છું. જ્યારે મેં તેને પૂછ્યું- હા? પછી તેણે કહ્યું – હું એન્ટાર્કટિકા જઈ રહ્યો છું, મારે એકલા જ જવું છે. તે ખૂબજ આશ્ચર્યજનક બાબત હતી કે તે આવું વિચારતો હતો. ત્યાં જ બેસીને તેણે નક્કી કર્યું કે તેણે એન્ટાર્કટિકા જવું છે. નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020ના રોજ આત્મહત્યા કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી એક ડાયરી મળી આવી, જેમાં તેણે પોતાની ઈચ્છા યાદી લખી હતી. તે લિસ્ટમાં લગભગ 50 એવાં કામ હતાં, જેને પૂરા કરવાનું એક્ટર સપના જોતો હતો. તેમાં પ્રવાસ, અવકાશ અને યુવાનો માટે નવા બિઝનેસ આઈડિયાને લગતી કંપની શરૂ કરવા જેવા ઘણા મુદ્દા હતા. દુર્ભાગ્યે, સુશાંતે તેમાંથી માત્ર 13 સપના પૂરા કર્યા છે. પ્રતિક બબ્બરની ફિલ્મ ‘ખ્વાબોં કા ઝમેલા’ 6 નવેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેની સાથે સયાની ગુપ્તા અને કુબ્રા સૈત મહત્ત્વની ભૂમિકામાં છે.