વલસાડના પારડી તાલુકાના મોતીયાળા ગામમાં ઉદવાડાથી ટ્યૂશનથી પરત ફરતી બીકોમની સેકન્ડ યરની વિદ્યાર્થિનીની લાશ મળી હતી. વિદ્યાર્થિની ઉદવાડા ટ્યૂશન જવા નીકળી હતી અને સાંજ સુધી પરત ફરી ન હતી. જેથી પરિવારે શોધખોળ કરી હતી. શોધખોળ બાદ વિદ્યાર્થિનીની લાશ મળતાં પોલીસે હત્યાનું કારણ જાણવા માટે સુરત ખાતે વિદ્યાર્થિનીનું ફોરેન્સિક PM કરાવ્યું હતું. જેમાં FSL PMનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરાયું હોવાનું અને તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પારડી પોલીસે હત્યા અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થિનીની બહેને શોધખોળ કરી
કંઈક અઘટિત થયું હોવાના ડરે પરિવારે વિદ્યાર્થિનીની શોધખોળ આદરી હતી. દરમિયાન વિદ્યાર્થિનીની બહેનને નજીકમાં એક ચપ્પલ મળતાં તેણે મૃતકના મિત્રની મદદ લઈ શોધખોળ કરી હતી. જેમાં આંબાવાડીમાં ચેક કરવા કહેતા ત્યાં શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવકની બાઇક ઉપર યુવતીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જોકે, ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પારડી પોલીસે યુવતીની લાશનો કબ્જો મેળવીને ફોરેન્સિક PM કરાવવા સુરત મોકલી આપી હતી. ફોરેન્સિક PM રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ LCB, SOG સહિત 10થી વધુ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડના મિત્રનો યુવતીની બહેનને ફોન
મોતીવાળા ગામમાં એકના પરિવારની 19 વર્ષીય ખુશી (ઓળખ છૂપાવવા યુવતીનું નામ બદલવામાં આવ્યું છે) જે. બી. પારડીવાળા કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની મોટી બહેન ઉદવાડા ખાતે નોકરી કરે છે. 14 નવેમ્બરના રોજ કામ અર્થે વલસાડ આવી હતી. ત્યારે વિદ્યાર્થિનીના મિત્રનો વિદ્યાર્થિનીની બહેન તૃપ્તિ(નામ બદલવામાં આવ્યું છે) ઉપર ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હું અને ખુશી (નામ બદલવામાં આવ્યું છે) વાત કરતાં છીએ, તેમ છતાં ખુશી બીજા છોકરા સાથે વાત કરવાનું ચાલુ કરી દીધા બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. આનંદે ખુશીની મોટી બહેનને જણાવ્યું બાદમાં વલસાડ RPF ગ્રાઉન્ડ પાસે બસમાંથી ઉતરી રિક્ષા પકડી તે ઉદવાડા સ્ટેશન તરફ આવી હતી. હાટબજારના ગ્રાઉન્ડ પાસે આનંદ મિત્રો સાથે ઉભો હતો
ઉદવાડા રેલવે સ્ટેશનથી પગદંડી વાળા રસ્તે મોતીવાળા ગામમાં જઈ રહી હતી. હાટબજારના ગ્રાઉન્ડ પાસે આનંદ તેના મિત્રો સાથે ઉભો હતો. જેથી તૃપ્તિબેને આનંદ સાથે વાત કરી તેની બહેન ખુશી ઘરે પહોંચી કે નહીં? તે બાબતે તેની માતાને પૂછતાં તે ઘરે ન હોવાનું જણાવ્યું હતું. ત્યાંથી નજીકમાં રહેતા માતાના કાકીના ઘરે જતી વખતે નજીકમાં આવેલી આંબાવાડીમાં ખુશીની ચપ્પલ જોવા મળી હતી. જેથી પરિવારના સભ્યોને અને આનંદની મદદ લઈને આજુબાજુના વિસ્તારમાં ખુશીની શોધખોળ હાથ ધરી હતી. આંબાવાડીમાં ઝાડ નીચે ખુશીને સૂતેલી હાલતમાં હતી
આનંદ આંબાવાડીમાં ચેક કરવા જતાં આંબાવાડીમાં ઝાડ નીચે ખુશીને સૂતેલી હાલતમાં જોઈ હતી. જેથી આનંદે બૂમ મારી તૃપ્તિબેન અને અન્ય પરિવારના સભ્યોને ખુશી મળી ગઈ હોવાનું જણાવ્યું હતું. તૃપ્તિબેન તાર ખુંટા કૂદીને જઈને ચેક કરતા બેગ ઉપર માથું મૂકીને ખુશી સૂતેલી હાલતમાં પડી હતી. જેથી તેને ઉઠાડવા જતા ઉઠતી ન હતી. આનંદની બાઇક ઉપર તૃપ્તિ સાથે ખુશીની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં ફરજ ઉપર હાજર તબીબે ખુશીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતાં પોલીસે લાશનો કબ્જો મેળવી ફોરેન્સિક PM માટે ખુશીની લાશને સુરત મોકલાવી હતી. પરિવારના સભ્યોના નિવેદન નોંધી પારડી પોલીસે પ્રાથમિક તબક્કે ADની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી હતી. પરંતુ ફોરેન્સિક પીએમનો પ્રાથમિક રિપોર્ટ આવતાં દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધી હતી. પોલીસે ગંભીરતા દાખવી ફોરેન્સિક પીએમ કરાવ્યું
એસપી કરનરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સુરત ખાતે કરાયેલા ફોરેન્સિક પીએમમાં દીકરી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. હત્યાના કારણના આધારે તાત્કાલિક FIR નોંધવામાં આવી છે. રેપ વિથ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ 14મી નવેમ્બરના 3 વાગ્યા આસપાસ બનાવ બન્યો હતો. હોસ્પિટલે પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને વલસાડ ડિવિઝન ડીવાયએપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, વાપી ટાઉન, વલસાડ સિટી, રૂરલના પોલીસ સ્ટેશનની અલગ અલગ 10 ટીમ બનાવી હતી. આ ટીમો દ્વારા ઉદવાડાથી મોતીવાડાના તમામ વિસ્તારમાં ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સ, તમામ ફ્રન્ટ પર વર્કઆઉટ કરાઈ રહ્યું છે અને આરોપીને પકડી પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. દીકરીની હત્યાનું પ્રાથમિક કારણ ગળું દબાવીને કરાઈ હોવાનું સામે આવ્યું છે. LCB, SOG સહિત પોલીસની 10 ટીમો આરોપીને દબોચવા જોતરાઈ
વલસાડ જિલ્લાની LCB, SOG સહિત 10 જેટલી ટીમોએ કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે. ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવેલા ટ્યૂશન કલાસ અને રસ્તાના CCTV ફૂટેજ અને ખુશીના ફોનની કોલ ડિટેઈલ મેળવી આગળની તપાસ હાથ ધરી રહી છે. પારડી પોલીસની ટીમ શકાસ્પદ લોકોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી રહી છે.