BCCIએ શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઓક્શન માટે 574 ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી. જેમાં 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ સામેલ છે. 81 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનનું નામ ઓક્શનની લિસ્ટમાં સામેલ કર્યું નથી. સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં 24 અને 25 નવેમ્બરે ઓક્શન થશે. 10 ટીમમાં 204 ખેલાડીઓની જગ્યા ખાલી છે, ટીમ 70 વિદેશી ખેલાડીઓને ખરીદી શકે છે. બિહારનો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી સૌથી યુવા ખેલાડી છે જ્યારે ઇંગ્લેન્ડનો 42 વર્ષનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. જેમ્સની મૂળ કિંમત 1.25 કરોડ રૂપિયા છે. વૈભવ બિહારમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ઓક્શન બપોરે 3 વાગ્યે શરૂ થશે
IPL મેગા ઓક્શન 24 નવેમ્બરે બપોરે 3 વાગ્યે શરૂ થશે. ઓક્શન બીજા દિવસે પણ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. 574 ખેલાડીઓમાંથી, 244 કેપ્ડ છે, જ્યારે 330 અનકેપ્ડ છે. કેપ્ડ ખેલાડીઓમાં 48 ભારતીય, 193 વિદેશી અને 3 સહયોગી દેશોના ખેલાડીઓ હશે. અનકેપ્ડ ખેલાડીઓમાં ભારતના 318 અને વિદેશના 12 ખેલાડીઓ છે. આર્ચર, ગ્રીનનો આ યાદીમાં સમાવેશ કર્યો નથી
આ યાદીમાં ઇંગ્લિશ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનનું નામ સામેલ કર્યું નથી. બંને ખેલાડીઓએ બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ IPLની ટીમે આ બંને ખેલાડીઓમાં રસ દાખવ્યો નથી. 2 કરોડની બેઝ પ્રાઈસમાં 81 ખેલાડીઓ
અનકેપ્ડ ખેલાડીઓની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જેમાં 320 ખેલાડીઓ છે. આ વખતે પણ ઓક્શનમાં સૌથી મોટી બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે, જેમાં 81 ખેલાડીઓના નામનો ઉલ્લેખ છે. 1.50 કરોડની બેઝ પ્રાઈસમાં 27 ખેલાડીઓ, 1.25 કરોડની બેઝ પ્રાઈસમાં 18 ખેલાડીઓ અને 1 કરોડની બેઝ પ્રાઈસમાં 23 ખેલાડીઓ છે. પંત અને શ્રેયસની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા
ઓક્શનમાં માર્કી પ્લેયર્સની 2 યાદી હશે. રિષભ પંત, કાગીસો રબાડા, જોસ બટલર, શ્રેયસ અય્યર, અર્શદીપ સિંહ અને મિચેલ સ્ટાર્કના નામ પ્રથમ યાદીમાં સામેલ છે. બીજી યાદીમાં યુઝવેન્દ્ર ચહલ, લિયામ લિવિંગ્સ્ટન, ડેવિડ મિલર, કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. 10 ટીમે 46 ખેલાડીઓને રિટેન કર્યા
IPL મેગા ઓક્શન દર 3 વર્ષે એકવાર થાય છે. જેના માટે આ વખતે ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓ રિટેન કરી શકી હતી. 31 ઓક્ટોબર રિટેન્શનની છેલ્લી તારીખ હતી, આ દિવસે 10 ટીમે 46 ખેલાડીઓને રિટેન કર્યા હતા. પંજાબ કિંગ્સે સૌથી ઓછા 2 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે વધુમાં વધુ 6-6 ખેલાડીઓ પોતાની સાથે રાખ્યા હતા. પંજાબમાં સૌથી વધુ પર્સ
માત્ર 2 ખેલાડીઓને જાળવી રાખવાને કારણે પંજાબ પાસે ઓક્શનમાં 110.50 કરોડ રૂપિયા બચ્યા છે. તે પછી બેંગલુરુ પાસે 83 કરોડ રૂપિયા બાકી છે. રાજસ્થાનમાં સૌથી ઓછી રકમ 41 કરોડ બાકી છે. રાજસ્થાન અને બેંગલુરુ પાસે પણ કાર્ડ મેચ કરવાનો કોઈ અધિકાર નથી. જ્યારે પંજાબ પાસે 4 અને બેંગલુરુ પાસે 3 RTM કાર્ડ બાકી છે. રાઈટ ટુ મેચ કાર્ડ શું છે?
6 કરતા ઓછા ખેલાડીઓને રિટેન કરનાર તમામ ટીમને ઓક્શનમાં રાઈટ ટુ મેચ એટલે કે RTM કાર્ડ મળશે. RTM કાર્ડથી ટીમ અગાઉના ખેલાડીને ટીમમાં સામેલ કરી શકશે. ચાલો એક ઉદાહરણ સાથે RTM ને સમજીએ, ધારો કે ગ્લેન મેક્સવેલ, જે RCBનો છેલ્લી સિઝનમાં ભાગ હતો, તેને MI એ ઓક્શનમાં 7 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. હવે જો RCB ઈચ્છે તો RTM કાર્ડનો ઉપયોગ કરીને મેક્સવેલને પોતાની સાથે રાખી શકે છે. જોકે, આ વખતે MI પાસે મેક્સવેલ માટે બિડ વધારવાનો વિકલ્પ પણ હશે. RTM નો ઉપયોગ કર્યા પછી, MI મેક્સવેલ પર 10 કરોડ રૂપિયાની બિડ પણ કરી શકે છે. હવે જો RCB મેક્સવેલને પોતાની સાથે રાખવા માગે છે તો તેમણે 10 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે તેના RTM કાર્ડનો ઉપયોગ કરાશે. જો પછી RCB ઇનકાર કરશે તો મેક્સવેલ 10 કરોડ રૂપિયામાં MI પાસે જશે.